PUBG Mobile India Latest Update: PUBG લવર્સ માટે ખુશખબર આવી છે. તાજેતરમાં જ કંપનીએ ભારતમાં વાપસીનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જેના માટે કંપનીએ હવે તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેની ઇન્ડિયન ગેમર્સ આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યાં છે. સતત જણાવવામાં આવી રહ્યું છે કે ટૂંક સમયમાં PUBG દેશની રિલોન્ચ થશે. ખબરો અનુસાર, તેના લૉન્ચમાં કેટલીક અટકળો પણ નજરે આવી રહી હતી. પરંતુ તેને લઇને વધુ એક રાહતની ખબર સામે આવી રહી છે. જેથી તમને વિશ્વાસ થઇ જશે કે જલ્દી જ PUBG રિલોન્ચ થશે.

PUBG Mobile Indiaનું ભારતમાં રજીસ્ટ્રેશન

PUBG Mobile Indiaનું ભારતમાં ઑફિશિયલ રજીસ્ટ્રેશન શરૂ થઇ ચુક્યુ છે. એક અહેવાલ અનુસાર કોર્પોરેટ મંત્રાલયે તેની મંજૂરી આપી દીધી છે. PUBGએ ભારતમાં PUBG India pvt Ltd.ના નામે કંપની રજીસ્ટર કરાવી લીધી છે.

21 નવેમ્બરે જ થઇ ગયુ રજીસ્ટ્રેશન

પ્રાપ્ત માહિતી અનુસાર PUBGના ઇન્ડિયન વર્ઝનને લોન્ચ કરવા માટે સૌથી પહેલા અહીં એક લોકલ કંપની ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મિનિસ્ટ્રી ઑફ કોર્પોરેટ અફેર્સે 21 નવેમ્બરે જ આ કંપનીના રજીસ્ટ્રેશનને મંજૂરી આપી દીધી છે. આ કંપની બેંગલોરમાં રજીસ્ટર કરાવામાં આવી છે.

જૂના આઇડીથી જ ચાલશે ઇન્ડિયન વર્ઝન

એક રિપોર્ટ અનુસાર PUBG Mobile Indiaમાં યુઝર્સની જૂની આઇડી કામ કરશે. ગેમ રમનારાઓએ અલગથી આઇડી બનાવવાની જરૂર નહી પડે. PUBG Globalમાં અત્યાર સુધી ઉપયોગમાં લેવામાં આવેલી આઇડીથી જ ઇન્ડિયન વર્ઝન પણ કામ કરશે.

1 GBથી ઓછુ હશે PUBG મોબાઇલનુ નવુ વર્ઝન

ભારતમાં PUBGનું લૉન્ચ થનાર વર્ઝન થોડુ અલગ હશે અને તેમાં બદલાવ કરવામાં આવશે. આ વખતે PUBG ગેમની સાઇઝ નાની હશે. લાઇટ વેટ ઇન્સ્ટોલેશન તેના કેટલાંક બદલાવોમાંથી એક છે. આ ફીચરના કારણે ગૂગલ પ્લે સ્ટોર પર ગેમની ડાઉનલોડ સાઇઝ 610 MB સુધી ઓછી થઇ જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here