દેશના ઘણાં રાજ્યોમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. પરંતુ આ દરમિયાન એક સારા સમાચાર આવ્યા છે. એક્ટિવ કેસ મામલે ભારત હવે છઠ્ઠાથી સાતમા નંબરે પહોંચી ગયું છે. એક્ટિવ કેસનો અર્થ થાય છે, એવા દર્દીઓની સંખ્યા જેમની સારવાર ચાલી રહી છે. છેલ્લા 53 દિવસમાં ત્રણ વાર જ એક્ટિવ કેસ વધ્યા છે. બાકીના દિવસોમાં ઘટાડો થયો છે.

દેશમાં 4.78 ટકા દર્દીઓ જ એવા બાકી છે જેમની સારવાર ચાલી રહી છે. બાકીના 93.74 ટકા લોકો સાજા થઈ ગયા છે. કુલ સંક્રમિતોમાંથી 1.46 ટકા લોકોએ જીવ ગુમાવ્યો છે. દુનિયાના 10 સૌથી સંક્રમિત દેશોમાં ભારતનો રિકવરી રેટ સૌથી સારો છે.

અમેરિકામાં સૌથી વધારે એક્ટિવ કેસ, રિકવરીમાં બેલ્જિયમ-ફ્રાન્સ ફેલ
અમેરિકામાં સૌથી વધારે 48.73 લાખ એક્ટિવ કેસ છે. બીજા નંબર પર ફ્રાન્સ છે. ત્યાં 19.41 લાખ દર્દીઓની સારવાર ચાલી રહી છે. રિકવરી મામલે જોઈએ તો બેલ્જિયમ અને ફ્રાન્સનો રેકોર્ડ સૌથી ખરાબ છે. બેલ્જિયમમાં 6.48 ટકા લોકો, જ્યારે ફ્રાન્સમાં અત્યાર સુધીમાં 6.98 ટકા દર્દી સાજા થયા છે.

એક્ટિવ કેસ 4.37 લાખ થયા, આ 22 જુલાઈ પછીથી સૌથી ઓછા
દેશમાં સોમવારે કોરોનાના 37,441 નવા કેસ નોંધાયા છે. 42,195 દર્દી સાજા થયા અને 481 લોકોનાં મોત થયાં છે. આ દરમિયાન એક્ટિવ કેસમાં 5,251નો ઘટાડો થયો છે. આ છેલ્લા છ દિવસમાં સૌથી મોટો ઘટાડો નોંધવામાં આવ્યો છે. આ પહેલાં 17 નવેમ્બરે 6,854 કેસ ઓછા થયા હતા. દેશમાં અત્યારસુધીમાં 91.77 લાખ કેસ આવી ચૂક્યા છે. એમાંથી 86.03 લાખ દર્દી સાજા થયા છે અને 1.34 લાખ લોકોનાં મોત થયાં છે. 4.37 લાખ દર્દીની સારવાર ચાલી રહી છે. એક્ટિવ કેસનો આ આંકડો 22 જુલાઈ પછીથી સૌથી ઓછો છે. આ આંકડા covid19india.org પરથી લેવામાં આવ્યા.

કોરોનાં અપડેટ્સ

  • મધ્યપ્રદેશ સરકારે કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને 4,000 કેદીઓની પેરોલ 60 દિવસ વધુ લંબાવી દેવાનો નિર્ણય કર્યો છે. રાજ્યના ગૃહ મંત્રી નરોત્તમ મિશ્રાએ આ માહિતી આપી છે.
  • મહારાષ્ટ્રમાં કોરોનાની બીજી લહેરે પ્રવેશ કરી લીધો છે. સોમવારે સતત ત્રીજા દિવસે એક્ટિવ કેસમાં વધારો થયો છે. રાજ્ય સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં 4153 નવા કેસ નોંધાયા છે. 3,729 લોકો સાજા થયા છે અને 30 લોકોનાં મોત થયાં છે. 394 એક્ટિવ કેસ વધ્યા છે. આ પહેલાં રવિવારે 1639 અને શનિવારે 1601 એક્ટિવ કેસ વધ્યા છે.
  • હિમાચલ પ્રદેશમાં 24 નવેમ્બરથી 15 ડિસેમ્બર સુધી શિમલા, મંડી, કુલુ અને કાંગડા જિલ્લામાં રાતે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ લાગુ રહેશે. મુખ્યમંત્રી જયરામ ઠાકુરની અધ્યક્ષતામાં થયેલી કેબિનેટ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
  • હિમાચલ પ્રદેશમાં 12 ફેબ્રુઆરી સુધીમાં એજ્યુકેશનલ ઈન્સ્ટિટ્યૂટ બંધ રહેશે. 31 ડિસેમ્બર સુધી કોરોનાને કારણે સ્કૂલો બંધ રાખવામાં આવી છે. ત્યાર પછી 1 જાન્યુઆરીથી 12 ફેબ્રુઆરી સુધી ઠંડીને કારણે રજાઓ આપવામાં આવી છે. આદેશ અંતર્ગત રાજ્યમાં માસ્ક પહેર્યા વગર બહાર નીકળનારને એક હજાર રૂપિયા દંડ લગાવવામાં આવશે.
  • કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી ડૉ. હર્ષવર્ધને સોમવારે પાટનગર દિલ્હીમાં મોબાઈલ વાન RT-PCR લેબની શરૂઆત કરી છે. ICMRની આ મોબાઈલ વાન લેબ કન્ટેન્ટમેન્ટ ઝોન પાસે રાખવામાં આવશે. અહીં કોઈપણ 499 રૂપિયા આપીને કોરોનાની તપાસ કરાવી શકશે. તેનો રિપોર્ટ પણ માત્ર 6 કલાકની અંદર આવી જશે.

5 રાજ્યોની સ્થિતિ

1. દિલ્હી
પાટનગર દિલ્હીમાં સોમવારે 4454 લોકો સંક્રમિત નોંધાયા હતા. 7216 લોકો રિકવર થયા અને 121 લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં 5,34,317 લોકો સંક્રમણની ઝપટમાં આવી ચૂક્યા છે. તેમાંથી 37,329 લોકોની સારવાર ચાલી રહી છે. જ્યારે 4,88,476 લોકો ઠીક થઈ ચૂક્યા છે. સંક્રમણના કારણે મૃતકોની સંખ્યા 8512 થઈ ગઈ છે.

2. મધ્યપ્રદેશ
રાજ્યમાં સોમવારે1701 લોકો સંક્રમિત નોંધાયા છે. 1120 લોકો રિકવર થયા અને 10 લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં 1,94,745 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. તેમાંથી 12,336 દર્દીઓની સારવાર ચાલી રહી છે. જ્યારે 1,79,237 લોકો સાજા થયા છે. સંક્રમણના કારણે મૃતકોની સંખ્યા 3172 થઈ છે.

3. ગુજરાત
રાજ્યમાં સોમવારે 1487 લોકો સંક્રમિત નોંધાયા છે. 1234 લોકો રિકવર થયા છે અને 17 લોકોના મોત થયા છે. અત્યાર સુધી રાજ્યમાં 1,98,899 લોકો સંક્રમણની ઝપટમાં આવ્યા છે. તેમાંથી 13,736 દર્દીઓની સારવાર ચાલી રહી છે. જ્યારે 1,81,287 લોકો સાજા થઈ ગયા છે. સંક્રમણના કારણે મૃતકોની સંખ્યા 3876 થઈ ગઈ છે.

4. મહારાષ્ટ્ર
રાજ્યમાં સોમવારે 4153 નવા કેસ નોંધાયા છે. 3729 લોકો રિકવર થયા છે અને 30 લોકોના મોત થયા છે. આ સાથે જ સંક્રમિતોનો આંકડો વધીને 17,84,361 થઈ ગયો છે. તેમાં 81,902 દર્દીઓની સારવાર ચાલી રહી છે. જ્યારે 16,54,793 લોકો સાજા થઈ ગયા છે. સંક્રમણના કારણે મૃતકોની સંખ્યા 46,653 થઈ ગઈ છે.

5.રાજસ્થાન
રાજ્યમાં સોમવારે 3232 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 2288 લોકો રિકવર થયા છે અને 18 લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં 2,47,168 લોકો સંક્રમણની ઝપટમાં આવ્યા છે. તેમાંથી 24,116 દર્દીઓની સારવાર ચાલી રહી છે. જ્યારે 2,20,871 લોકો સાજા થઈ ગયા છે. 2181 દર્દીઓના અત્યાર સુધીમાં મોત થયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here