વર્ષ 2020માં દુનિયાએ અનેક સ્તરે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. ક્લાઇમેટ ચેન્જ, કોરોના વાયરસ મહામારી જેવી તમામ મુશ્કેલીઓએ દુનિયાને મુસીબતમાં મુકી છે. હવે આ વર્ષ અંત તરફ જઇ રહ્યું છે ત્યારે એક ઉલ્કાપિંડ પૃથ્વી તરફ આગળ વધી રહી છે અને આ કોઇ નાનકડી ઉલ્કાપિંડ નથી. આ ઉલ્કાપિંડની સાઇઝ દુનિયાની સૌથી ઉંચી ઇમારત દુબઇની બુર્જ ખલીફા જેટલી છે.

આ તારીખે ધરતી પાસેથી પસાર થશે ઉલ્કાપિંડ, બુર્જ ખલીફા જેટલી છે સાઇઝ

નાસાએ કન્ફર્મ કર્યુ છે કે 153201 2000 WO107 નામની આ ઉલ્કાપિંડ નવેમ્બર 20 એટલે કે રવિવારે ધરતી પાસેથી પસાર થઇ રહી છે. આ ઉલ્કાપિંડ 90 હજાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટ્રાવેલ કરી રહી છે. આ ઉલ્કાપિંડની સાઇઝ 820 મીટરની આસપાસ જણાવવામાં આવી રહી છે. જણાવી દઇએ કે બુર્જ ખલીફાની હાઇટ 829 મીટર છે અને તે દુનિયાનુ સૌથી મોટુ માનવ નિર્મિત સ્ટ્રક્ચર છે.

ઉલ્કાપિંડની આટલી છે રફતાર

આ ઉલ્કાપિંડની ગતિનો અંદાજ તેનાથી જ લગાવી શકાય કે કોઇ બંદૂકમાંથી નીકળેલી ગોળી સાડા ચાર હજાર કિલોમીટર પ્રતિ કલાકની રફતારથી ટ્રાવેલ કરે છે. પૃથ્વી અને ચંદ્રમા વચ્ચે સરેરાશ અંતર 3 લાખ 85 હજાર કિલોમીટરની છે. પરંતુ નાસા આ અંતરને આશરે 20 ગણી રેન્જમાં આવતી તમામ વસ્તુઓને મોનીટર કરવાને લઇને પ્રાથમિકતા આપે છે.

પૃથ્વી પર પડશે તો થશે મોટુ નુકસાન

આ ઉલ્કાપિંડની સાઇઝ અને તેની ગતિને જોતા ચિંતા કરવી વ્યાજબી છે અને જો તે પૃથ્વી પર પડે તો તેનાથી ઘણુ નુકસાન થવાની સંભાવના છે. જો કે નાસાનું સ્પષ્ટરૂપે કહેવુ છે કે આ ઉલ્કાપિંડની ધરતીથી અથડાવાની સંભાવના નથી. નાસાએ આ ઉલ્કાપિંડને નિયર અર્થ ઓબ્જેક્ટ (એનઇઓ)ની કેટેગરીમાં મુક્યુ છે.

શું છે ઉલ્કાપિંડ

બુર્જ

નાસાના હિસાબે 4.6 બિલિયન વર્ષ પહેલા નિર્માણ પામેલા આપણા સોલર સિસ્ટમના ખડકાળ, વાયુહીન અવશેષોને ઉલ્કાપિંડ કહેવામાં આવે છે. નાસાએ અત્યાર સુધી 10 લાખથી વધુ ઉલ્કાપિંડની શોધ કરી છે. વર્ષ 2020માં અનેક નાના-મોટા ઉલ્કાપિંડ ધરતીની નજીકથી પસાર થયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here