અમદાવાદ શહેર માં કોરોનાના કેસોમાં આવેલા ભારે ઉછાળા બાદ સફાળા જાગેલા મ્યુનિ.તંત્રે માસ્ક નહીં પહેરતા નાગરિકો અને સોશિયલ ડિસ્ટન્સિંગ કોરાણે મુકીને વેપાર કરતા દુકાનદારો સામે પગલ લેવાનું શરૂ કર્યું છે. માસ્ક નહીં પહેરેલાઓના પહેલા રેપિડ ટેસ્ટ કરાવવામાં આવે છે. જો પોઝિટિવ હોય તે સમરસ કોવિડ સેન્ટરમાં દાખલ કરી દેવાય છે અને નેગેટિવ હોય તો રૂપિયા ૧,૦૦૦  નો દંડ કરીને જવા દેવામાં આવે છે. આજે સોમવારે ૧૭ એકમો સીલ કરાયા અને ૧.૬૬ લાખનો દંડ વસુલવામાં આવ્યો હતો.

સોશિયલ ડિસ્ટન્સિંગ કોરાણે મુકીને વેપાર કરતા દુકાનદારો સામે પગલ લેવાનું શરૂ

આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ ઉત્તર પશ્ચિમ ઝોનના હેલ્થ વિભાગ  દ્વારા વસ્ત્રાપુર કલ્યાણ ટાવરમાં આવેલી  ‘ચાય દોસ્તી’ નામની ચાની હોટેલ બંધ કરાવી દેવામાં આવી હતી. તેમાં એક ટેબલ પર એકને બેસાડવાને બદલે સાંકળી જગ્યામાંં ત્રણ-ત્રણ જણાને બેસાડવામાં આવ્યા હતા.  મોટાભાગના ગ્રાહકોએ તો માસ્ક પણ પહેર્યા નહોતા. હેલ્થ વિભાગે કામકાજ  બંધ કરાવી દીધું હતું.

અમદાવાદમાં કોરોના બાબતે ક્યાં શું પગલા લેવાયા ?

ઝોનટેસ્ટ કરાયાપોઝિટિવદંડ વસુલ્યોએકમ સીલ
પૂર્વ૧૬૧૭,૦૦૦
પશ્ચિમ૨૦૩૧,૦૦૦
ઉત્તર૧૩૨૨,૦૦૦
દક્ષિણ૧૯૩૨,૦૦૦
મધ્ય૧૪૨૩,૦૦૦
ઉત્તર પશ્ચિમ૨૧૨૧,૦૦૦
દક્ષિણ પશ્ચિમ૧૦૨૦,૦૦૦
કુલ૧૧૩,૬૬,૦૦૦૧૭

ઉપરાંત સોલિડ વેસ્ટ વિભાગની ૧૫૧ ટીમો  સાતેય ઝોનમાં કામે લાગી હતી. જે  દરમિયાન ૧૧૩ લોકો માસ્ક વગરના દેખાતા તેમના ટેસ્ટ કરાયા હતા. જેમાંથી ૪ પોઝિટિવ આવતા તેમને સમરસ કોવિડ સેન્ટરમોકલી અપાયા છે. અગાઉ ૨૫૬ ને ચેક કરતા ૯ જણા પોઝિટિવ જણાયા હતા.

તેમજ માસ્ક નહીં પહેરેલા અને સોશિયલ ડિસ્ટન્સિંગ નહીં જાળવતા પાનના ગલ્લા, કરિયાણાની દુકાનો, ચાની કીટલી વગેરે મળીને ૧૭ એકમોનું કામકાજ બંધ કરાવી સીલ મારી દીધા હતા.તેમજ ૧.૬૬ લાખની રકમનો દંડ વસુલ્યો હતો. પગલા લેવાતા હોય છતાંય લોકો માસ્ક પહેરવામાં , સામાજિક અંતર જાળવવામાં  અને સેનેટાઇઝરના ઉપયોગમાં બેદરકારી કેમ દાખવે છે.તે બાબત સમજી ન શકાય તેવી છે. કેસો વધવાના મૂળમાં પણ આજ બાબત જવાબદાર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here