અમેરિકાની ચૂંટણીમાં હારી ચુકેલા ડોનાલ્ડ ટ્રમ્પને કોર્ટે પણ એક પછી એક આંચકા આપ્યા બાદ હવે ટ્રમ્પ હાર સ્વીકારતા દેખાઈ રહ્યા છે. ટ્રમ્પે નવા રાષ્ટ્રપતિ જો બાઈડનને સત્તા સોંપવા માટે તૈયારી બતાવી છે. અમેરિકન મીડિયા રિપોર્ટ પ્રમાણે અમેરિકાની સરકારી સંસ્થા ધ જનરલ સર્વિસ એડમિનિસ્ટ્રેશને બાઈડનને જાણકારી આપતા કહ્યુ છે કે, ટ્રમ્પ પ્રશાસન સત્તા સોંપવા માટે તૈયાર થઈ ગયુ છે.

ટ્રમ્પ કરશે સત્તા હસ્તાંતરણ

અમેરિકામાં જનરલ સર્વિસ એડમિનિસ્ટ્રેશન જ સત્તા ટ્રાન્સફર કરવાની જવાબદારી સંભાળે છે.આ સરકારી ઓફિસના વડા એમિલી મફીનુ  કહેવુ છે કે, વ્હાઈટ હાઉસ તરફથી એટલકે હાલના ટ્રમ્પ પ્રશાસન તરફથી કોઈ દબાણ નથી અને સત્તા ટ્રાન્સફર કરવાનો નિર્ણય કોઈ ડર કે પક્ષપાત વગર લેવામાં આવ્યો છે. જે હાલના કાયદા અને તથ્ય પર આધારિત છે. જ્યારે ટ્રમ્પનુ કહેવુ છે કે, સત્તા સોંપવાની ઔપચારિકતા પૂરી કરવા માટે મેં સામે ચાલીને જનરલ સર્વિસ એડમિનિસ્ટ્રેશનને કહ્યુ છે. હું જીએસએના એમિલી મફીને દેશ પ્રત્યેની તેમની વફાદારી અને સમર્પણ માટે અભિનંદન આપુ છું.

ટ્રમ્પનો આરોપ

ટ્રમ્પે કહ્યુ હતુ કે, મફીને ધમકાવવામાં આવ્યા છે અને હું તેમની સાથે કે બીજી કર્મચારીઓ સાથે આ પ્રકારનો વ્યવહાર જોઈ શકતો નથી. આપણો કેસ મજબૂત છે અને આપણે લડાઈ ચાલુ રાખીશું અને મને વિશ્વાસ છે કે, જીત આપણી જ થવાની છે.આમ છતા પ્રોટોકોલ પ્રમાણે સત્તાના હસ્તાંતરણની જે પ્રક્રિયા પૂરી કરવાની છે તે પૂરી કરવા માટે હું મફીને ભલામણ કરી રહ્યો છે. જોકે બાઈડનની ટીમે સત્તા ટ્રાન્સફર થાય તેની રાહ જોઈ નથી અને બાઈડેને પોતાની કેબિનેટના કેટલાક નામોની જાહેરાત પણ કરી દીધી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here