સાબરકાંઠા જિલ્લાની શાનસમા ઈડરિયા ગઢ પર ખનન બંધ થયા બાદ હવે ઈડરિયા ગઢ પર આવેલો દોલત વિલાસ પેલેસ વિવાદોમાં આવ્યો છે. ૧૫૦ વર્ષ જૂની આ ઐતિહાસિક ધરોહરને બક્ષીસ આપવાની હિલચાલ શરુ થતા હવે ક્ષત્રીય હિતકારિણી સભાએ પણ આ મામલે નારાજગી દર્શાવી છે. ઈડરિયા ગઢ પર આવેલા ૧૫૦ વર્ષ જૂના દોલત વિલાસ પેલેસને રાજકોટના ટ્રસ્ટને બક્ષીસ આપી દેવાની હિલચાલ કરવામાં આલતા ક્ષત્રિય સમાજમાં તીવ્ર પ્રત્યાઘાત પડ્યા છે. ૧૯૯૩માં દોલતભવનને હિમતનગરની ક્ષત્રીય હિતકારિણી સભાને રાજવી પરિવારે સમાજના હિતમાં તબદીલ કરી આપી હતી. જેને બક્ષિસ આપવા હિલચાલ કરવામા આવી રહી છે.

આ સમગ્ર મામલે ક્ષત્રિય હિતકારિણી સભાના કેટલાક સભ્યોએ એજન્ડા કાઢીને સામાન્ય સભા બોલાવી બક્ષીસ આપવાની ચોક્કસ પ્રોસીજર ન કરી હોવાના આક્ષેપ કર્યા છે. ત્યારે હવે તેમણે સંયુક્ત ચેરીટી કમિશ્નર સમક્ષ કાયદો, નૈતિકતા અને ફંડની જરૂરિયાતના સંજોગોમાં ફંડ આપવાની ઓફર સાથે વાંધા રજુ કરવાની તૈયારી કરવામાં આવી છે. ખનન માફિયાઓ પાસેથી ઈડરિયો ગઢ તો જીતી લેવાયો. ત્યારે હવે ઈડરિયા ગઢ પર આવેલા દોલત વિલાસ પેલેસને વેચાતો અટકાવવા માટે પણ ક્ષત્રીય સમાજે તૈયારીઓ શરુ કરી લીધી છે. અને એમાં રાજવી પરીવારે પણ આ ઐતિહાસિક ધરોહરને જાળવી રાખવા મક્કમતા બતાવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here