રાજકોટમાં કોરોનાનું સંક્રમણ વધતા પોલીસ વિભાગ પણ સક્રિય બન્યો છે. અને છેલ્લા ત્રણ દિવસમાં પોલીસે 349 લોકો સામે જાહેરનામા ભંગના કેસ, સોશ્યલ ડિસ્ટન્સનાં 192 અને 234 વાહનો ડિટેઇન કર્યા છે. તો બીજી તરફ લગ્નને લઇને 561 અરજીઓ આવતા 100 કરતા વધુ લગ્ન માટેની મંજૂરીઓ આપવામાં આવી છે.

રાજકોટમાં રાત્રિ કરફ્યુના પાલન માટે 40 ચેક મુખ્ય પોસ્ટ અને 32 ઇન્ટરનલ ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે. કર્ફ્યુની અમલવારી થઇ તે પહેલા જ અલગ-અલગ ઉદ્યોગીક એસોશિએશનો અને હોટલ, પાર્ટી પ્લોટનાં એસોશિએશન સાથે બેઠક કરી હતી. જેમાં ઉદ્યોગોમાં રાત્રી શિફ્ટમાં કામ કરતા કર્મચારીઓને સાંજે 7 થી સવારે 7 વાગ્યા સુધીની શિફ્ટ કરવાની ચર્ચા કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here