• સરકારી આંકડા મુજબ, અમદાવાદમાં રોજના 10થી 15 મોત બતાવાય છે
  • વીએસ સ્મશાનગૃહમાં કેટલીક ડેડબોડીને PPE કીટ પહેર્યા વગર જ ઉપાડી લેવામાં આવે છે.

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે સાથે સાથે કોરોનાથી મૃત્યુના આંકડા પણ વધી રહ્યાં છે. અમદાવાદમાં રોજના 300થી વધુ પોઝિટિવ કેસ અને 10થી વધુ મોત સરકારી પ્રેસનોટ મારફતે જાહેર કરવામાં આવે છે, પરંતુ મૃત્યુના આંકડામાં મોટો તફાવત સામે આવી રહ્યો છે. જેને Divyabhaskarએ અમદાવાદમાં અલગ અલગ સ્મશાનમાં રિયાલિટી ચેક કર્યું હતું. જેમાં એલિસબ્રિજ ખાતે વીએસ સ્મશાનગૃહમાં બે કલાક દરમ્યાન ત્રણ ડેડબોડી અંતિમવિધિ માટે લાવવામાં આવી હતી. સરકારી આંકડા મુજબ, અમદાવાદમાં રોજના 10થી 15 મોત બતાવાય છે પરંતુ હકીકતમાં વીએસ હોસ્પિટલમાં રોજની 15 ડેડબોડી કોરોનાથી મોતની જ આવે છે.

વીએસ હોસ્પિટલમાં રોજની 15 ડેડબોડી કોરોનાથી મોતની જ આવે છે

કોરોના ડેડબોડીને સીધી ઇલેક્ટ્રિક ભઠ્ઠીમાં લઈ જવાય છે
એલિસબ્રિજ ખાતે આવેલા સ્મશાનગૃહમાં અંતિમવિધિ માટે રોજની 15 જેટલી ડેડબોડી આવતી હોવાનું જાણવા મળ્યું છે. દરવાજામાં જતાં જ જમણી તરફ આવતી ઇલેક્ટ્રિક ભઠ્ઠીમાં જ કોરોનાના મૃતદેહની અંતિમ વિધિ કરવામાં આવે છે. એમ્બ્યુલન્સ કે શબવાહિનીમાં ડેડબોડીને લાવી અને ત્યાં ઉભી રાખવામાં આવે છે બાદમાં જેને અંતિમવિધિ માટે સાજખાપણ લઈ સીધા ઇલેક્ટ્રિક ભઠ્ઠીમાં લઈ જાય છે. જે પણ ડેડબોડી આવે છે તેને સેનેટાઈઝ કરવામાં આવે છે.

અંતિમવિધિ માટે સાજખાપણ લઈ સીધા ઇલેક્ટ્રિક ભઠ્ઠીમાં લઈ જાય છે

PPE કીટ પહેર્યા વગર જ કોરોનાની ડેડબોડીની અંતિમક્રિયા થાય છે
વીએસ સ્મશાનગૃહમાં જે પણ કોરોનાની ડેડબોડી આવે છે તેમાં કેટલીક ડેડબોડીને PPE કીટ પહેર્યા વગર જ ઉપાડી લેવામાં આવે છે. સ્મશાનગૃહમાંથી માત્ર હેન્ડ ગલવ્ઝ આપે છે જેને પહેરી અને ડેડબોડી ઉતારવામાં આવે છે. PPE કીટ પહેર્યા વગર જ વ્યક્તિ સેનેટાઈઝ કરતો જોવા મળ્યો હતો. સ્મશાનગૃહના સૂત્રોના મુજબ રોજની 10 એમ્બ્યુલન્સ તો કોરોનાના દર્દી લઈને આવે છે અને એક એમ્બ્યુલન્સમાં તો 2 કે 3 ડેડબોડી પણ હોય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here