કોરોનાના પાપે કોંગ્રેસ પક્ષે છેલ્લાં 36 કલાકમાં બે ધુરંધર નેતાઓ ગુમાવ્યા હતા. પહેલાં આસામના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન તરુણ ગોગોઇ ગયા અને હવે અહમદ પટેલ ગયા. આ બંને નેતાઓ ગાંધી પરિવાર અને ખાસ તો સોનિયા ગાંધીના ખૂબ વિશ્વાસુ સાથીદારો હતા.પૂર્વ અને ઇશાન ભારતમાં તરુણ ગોગોઇએ કોંગ્રેસનો ગઢ સાચવ્યો હતો તો પશ્ચિમ અને ઉત્તર ભારતમાં એ જ કાર્ય અહમદ પટેલ સંભાળતા હતા. હવે બંને પીઢ નેતાઓ સદાને માટે કોંગ્રેસથી દૂર થઇ ગયા હતા. તરુણ ગોગોઇ તો છેલ્લાં પચાસ વર્ષથી રાજકારણમાં હતા. 1971માં ઇંદિરા ગાંધી વડા પ્રધાન હતા ત્યારે ગોગોઇ પહેલીવાર સંસદમાં પ્રવેશ્યા હતા. ત્યારથી તે છેક આજ સુધી ગોગોઇ સતત ગાંધી પરિવારને વફાદાર રહ્યા હતા અને કોંગ્રેસ માટે સતત કામ કરતા રહ્યા હતા.

ગોગોઇનો ઇશાન ભારતમાં હતો દબદબો

કોંગ્રેસ

દોઢ દાયકા સુધી તો ગોગોઇ આસામના એકમાત્ર મુખ્ય પ્રધાન બની રહ્યા હતા અને અને સમસ્યાઓ વચ્ચે પણ ટકી રહ્યા હતા. ગોગોઇ એકમાત્ર એવા ઇશાન ભારતીય નેતા હતા જેમની પહોંચ આસામમાં હતી એટલી જ દિલ્હીમાં હતી. ઇંદિરા ગાંધી પછી રાજીવ ગાંધી, પી વી નરસિંહરાવ અને હાલ સોનિયા ગાંધી તથા રાહુલ ગાંધી સુધી ગોગોઇની વિશિષ્ટ પહોંચ હતી. ગાંધી પરિવારના તમામ નેતાઓએ ગોગોઇ પર પૂરેપૂરો ભરોસો રાખ્યો હતો. ગોગોઇએ પણ પોતાની વફાદારી સતત પુરવાર કરી હતીઇશાન ભારતમાં પણ તેમનો દબદબો અખંડ રહ્યો હતો.કારકિર્દીના અંતિમ તબક્કે ગોગોઇએ ઘણો મોટો પડકાર ઝીલ્યો હતો. હેમંતા બિશ્વા શર્માએ કોંગ્રેસ પક્ષ છોડ્યો એ સાથે રાજ્ય સરકારને પણ આંચકો આવ્યો અને રાજ્ય સરકાર તૂટી પડી હતી. ગોગોઇ 85 વર્ષના હતા.

કોંગ્રેસના ચાણક્ય કહેવાતા અહેમદ પટેલ

અહમદ પટેલ ગુજરાતના નેતા હતા પરંતુ તેમણે પણ રાષ્ટ્રીય રાજકારણમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. છેલ્લા ત્રણ દાયકાથી એ સતત કોંગ્રેસના આગેવાન નેતા રહ્યા હતા. એ કોંગ્રેસના ચાણક્ય ગણાતા હતા. ગમે તેવો મોટો પડકાર હોય પરંતુ અહમદ પટેલ એને પહોંચી વળશે એવો ભરોસો ગાંધી પરિવારને તેમના પર હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here