બોલિવૂડના કિંગ શાહરૂખ ખાનની કમબેક ફિલ્મ પઠાણ અંગે જોરદાર હવા ચાલી રહી છે. આ ફિલ્મ અંગે ચારે તરફથી ચર્ચા ચાલી રહી છે. ફિલ્મ સાથે સંકળાયેલા તમામ લોકો પોતાની રીતે સોશિયલ મીડિયા પર કોઈને કોઈ પોસ્ટ કરતા રહે છે. બે દિવસ અગાઉ સમાચાર આવ્યા હતા કે દીપિકા પાદુકોણ આ ફિલ્મમાં કામ કરવાની છે. હવે એવી વાત આવી છે કે તે આ ફિલ્મમાં એક સિક્રેટ એજન્ટનો રોલ કરી રહી છે અને તેમાં તે ખતરનાક સ્ટન્ટ કરવાની છે.
મુક્કો મારીને હાડકા ભાંગતા પણ આવડે છે
એમ સાંભળવા મળ્યું છે કે પઠાણ ફિલ્મમાં દીપિકા બે પ્રકારની ભૂમિકા અદા કરશે. તે સ્ટન્ટ પણ કરશે અને પ્યાર પણ કરશે. એટલે કે તેને પ્યાર કરતા પણ આવડે છે અને મુક્કો મારીને હાડકા ભાંગતા પણ આવડે છે. ફિલ્મ સાથે સંકળાયેલા લોકોના જણાવ્યા મુજબ દીપિકાએ શૂટિંગ શરૂ કરી દીધું છે. તે એક એજન્ટનો રોલ કરી રહી છે જે શાહરુખ ખાન સાથે એક મિશનનો હિસ્સો બની રહેશે.
કોલ્ડ ડ્રિંક્સની બોટલ મારી હતી
આ ફિલ્મમાં એજન્ટનો રોલ રસપ્રદ છે અને તેમાં દીપિકા સ્ટન્ટ પણ કરવાની છે. તાજેતરમાં જ એક ફોટો વાયરલ થયો હતો જેમા દીપિકા અને ડાયરેક્ટર રોહિત શેટ્ટી શૂટિંગ દરમિયાન સાથે બેસીને મસ્તી કરતા હોય છે અને તેમાં આ હિરોઇને મસ્તીમાં જ રોહિતના માથા પર કોલ્ડ ડ્રિંક્સની બોટલ મારી હતી.