ગાંધીનગરમાં રિલાયન્સ ચોકડી પાસે વહેલી સવારે યુવાનો વચ્ચે મારમારીની ઘટના બની. જેમા એક યુવકનું મોત થયુ. જ્યારે અન્ય એક યુવક ગંભીર રીતે ઘવાયો હતો. ઘાયલ થયેલા યુવકને સારવાર માટે અમદાવાદ સિવિલ ખસેડવામાં આવ્યો હતો. મૃતક યુવકમાં કેતનસિંહ ગોહિલનો સમાવેશ થાય છે. ત્યારે મારામારીની ઘટના સીસીટીવીમાં કેદ થયા છે. આ મામલે ઇન્ફોસીટી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ઇન્ફોસીટી પોલીસે વધુ તપાસ હાથ ધરી