રાજકોટ: શહેરના મવડી પ્લોટ નવરંગપરામાં આવેલા એક કારખાનાની અગાસી પરથી મણીનગરના મહેશ ઉર્ફ કાળુ ઉર્ફ હરેશ મગનભાઇ પ્રજાપતિ (ઉ.વ.૪૦)ની પથ્થર ફટકારી હત્યા કરાયેલી હાલતમાં કોહવાયેલી લાશ મળી આવતાં ચકચાર જાગી છે. દારૂ પીવાને અને વેંચવાની ટેવ ધરાવતાં તેમજ અગાઉ ત્રણ હત્યા સહિતના ગુનામાં સંડોવાઇ ચુકેલા આ રીઢા શખ્સની હત્યા દારૂના કારણે થયાની દિશામાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે. જાણવા મળ્યા મુજબ નવરંગપરા મવડી પ્લોટ-૪ના ખુણે પિતૃકૃપા ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં  અંજલી બોકસ વર્કસ નામના કારખાનાની અગાસી પરથી આજે બપોરે દૂર્ગંધ આવતી હોઇ લોકોએ તપાસ કરતાં એક શખ્સની કોહવાઇ ગયેલી હાલતમાં લાશ જોવા મળતાં અને બાજુમાં પથ્થર પડ્યો હોઇ હત્યા થયાની શંકા ઉપજતાં પોલીસને જાણ કરવામાં આવી હતી.તપાસ દરમિયાન આ શખ્સ મહેશ ઉર્ફ કાળુ ઉર્ફ હરેશ મગનભાઇ પ્રજાપતિ (ઉ.વ.૪૪) હોવાનું ખુલતાં પોલીસે તેના સ્વજનોને શોધી લાશની ઓળખ કરાવવા તજવીજ આદરી હતી. હત્યા પથ્થર ફટકારીને કરવામાં આવ્યાની શકયતા છે. જો કે બનાવ બે-ત્રણ દિવસ પહેલા બન્યાનું જણાય છે. કેમ કે લાશ કોહવાઇ ગઇ છે અને અત્યંત દૂર્ગંધયુકત થઇ ગઇ છે. આરોપી પોતે પણ હત્યાનાં ગુનામાં સંડોવાયેલો હોવાનું સામે આવતા પોલીસે એ દિશામાં તપાસ શરૂ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here