તમારી ક્રિએટિવિટીને સાચી ઓળખ મુશ્કેલ પરિસ્થિતિઓમાં જ મળે છે. આ વાત ઇન્સ્ટાગ્રામ યુઝર શેએ સાબિત કરી છે. આ યુવતીએ કોરોનાટાઈમમાં એવો ડ્રેસ બનાવ્યો છે જે સોશિયલ ડિસ્ટન્સિંગ મેન્ટેન કરશે. 12 ફૂટનો ડ્રેસ બનાવતા તેને 2 મહિના લાગ્યા. આ ડ્રેસની સુંદરતા જોવાલાયક છે.

12 ફૂટ લાંબા આ ડ્રેસ વિશે શેએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ મૂકી છે. તેણે સૌપ્રથમ હૂપ સ્કર્ટ બનાવ્યું. સોશિયલ મીડિયામાં આ ડ્રેસ લોકોને પસંદ આવી રહ્યો છે. શે ખુશ છે કે. તે પોતાના પ્રયત્નોથી એક પરફેક્ટ ડ્રેસ બનાવી શકી. તેના પિતાએ આ ડ્રેસના વખાણ કરતા કહ્યું કે, આ ડ્રેસ સોશિયલ ડિસ્ટન્સિંગની ગાઈડલાઈન્સ માટે યોગ્ય છે. કોઈ નજીક પણ નહિ આવી શકે.

શેએ ડ્રેસ મેચિંગ માસ્ક પણ બનાવ્યું છે. શેએ કહ્યું કે, ડ્રેસ લાઈટ વેટ હોવાને લીધે સરળતાથી લાંબો સમય સુધી પહેરી શકાય છે. તેની કિંમત પણ ઓછી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here