સ્થાનિક શેરબજાર (Share Market) માં આજે બંધ થતા કડાકો જોવા મળ્યો છે. તેથી માર્કેટમાં નિરાશા છવાઇ છે. જેમાં સેન્સેક્સ (Sensex) −694.92 પોઇન્ટ એટલે 1.56% ટકાના ઘટાડા સાથે 43,828.10 પર બંધ થયો છે. તેમજ નિફ્ટી (Nifty) −196.75 પોઇન્ટ એટલે 1.51%ટકાના ઘટાડા સાથે 12,858.40 પર બંધ રહી છે

દિગ્ગજ શેરની વાત કરીએ તો આજે અદાણી પોર્ટ્સ (Adani Ports) , ઓએનજીસી (ONGC), ગેઇલ (GAIL), એસબીઆઇ લાઇફ (SBI LIFE) અને કોલ ઈન્ડિયા (Coal India)ના શેર લીલા નિશાન પર બંધ થયા છે. તેમજ આઈશર મોટર્સ (Eicher Moters), એક્સિસ બેંક (Axis Bank), કોટક બેંક (Kotak Bank), સન ફાર્મા (Sun Pharma) અને બજાજ ફાઇનાન્સ (Bajaj Finance) લાલ નિશાન પર બંધ થયા છે.

સેક્ટોરિયલ ઇન્ડેક્સ (Sectorial Index)  પર નજર કરીએ તો આજે પીએસયુ બેંક સિવાયના તમામ સેક્ટર્સ લીલા નિશાન પર બંધ થયા છે. તથા પ્રાઇવેટ બેંક, ફાઇનાન્સ સર્વિસ, એફએમસીજી, ફાર્મા અને મીડિયા, રિયલ્ટી, મેટલ અને ઓટો પણ સામેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here