• સેવાદારના નામે લાલુપ્રસાદ યાદવે ખબરી રાખ્યા છે
  • જેલ મેન્યુઅલ મુજબ સેવામાં લાગેલી વ્યક્તિ મોબાઈલ નથી રાખી શકતા

ઘાસચારા કૌભાંડમાં સજા કાપી રહેલા લાલુ યાદવ ઝારખંડથી બિહારનું રાજકારણ ચલાવી રહ્યાં છે. જેલની અંદર જ લાલુની ભાજપના નેતા લલન પાસવાન સાથે કરેલી વાતચીતનો ઓડિયો વાયરલ થયો છે. ભાસ્કરની તપાસમાં સામે આવ્યું છે કે લાલુની લલન સાથે જે સેવાદારે વાત કરાવી, તે ઝારખંડમાં RJDના મહાસચિવ પણ છે. સેવાદારનું નામ ઈરફાન અંસારી છે. લાલુ યાદવે જે ત્રણ સેવાદારને રાખ્યા છે તે સેવાથી વધુ ખબરીનું કામ કરે છે. લાલુ યાદવની હાલના દિવસોમાં રાંચી રિમ્સ ડાયરેક્ટરના બંગલામાં સારવાર કરવામાં આવી રહી છે. કોરોનાથી બચવા માટે તેઓને રિમ્સના પેઈંગ વોર્ડથી રિમ્સ ડાયરેક્ટરના બંગલામાં શિફ્ટ કરવામાં આવ્યા છે.

મંગળવારે સુશીલ મોદીએ જે નંબર સાર્વજનિક કર્યો, તે લાલુના સેવાદાર ઈરફાન અંસારીનો છે. ઈરફાન અંસારીને જેલ પ્રબંધને રિમ્સ ડાયરેક્ટરના બંગલામાં લાલુના સેવાદાર તરીકે રહેવાની મંજૂરી આપી છે, પરંતુ તે લાલુના મેનેજરની જેમ કામ કરે છે. ઈરફાન અંસારીએ માત્ર લાલુની ફોન પર લોકો સાથે વાત જ નથી કરાવતા, પરંતુ તે લોકોની સુચનાઓ પણ લાલુ સુધી પહોંચાડે છે. લાલુના મેસેજ અને ચિઠ્ઠી બહાર પહોંચાડવાનું કામ પણ અંસારી કરે છે.

બિહારની ચૂંટણી દરમિયાન પણ નેતાઓના પત્ર લાલુ સુધી પહોંચાડતા અંસારી જોવા મળ્યા હતા. લાલુ યાદવ ક્યારે મળી શકે છે અને કોને મળે શકે છે, તે પણ ઈરફાન જ નક્કી કરે છે. ઝારખંડ RJDના અધ્યક્ષ અભય સિંહે પુષ્ટિ કરી છે કે ઈરફાન અંસારી પાર્ટી મહાસચિવ હોવા ઉપરાંત લાલુના સેવાદાર પણ છે. લાલુના ઓડિયો મામલે પણ અભય સિંહે કહ્યું કે અમે આ અંગે કંઈ જ નથી જાણતા અને આ મુદ્દે કંઈ બોલીશું પણ નહીં.

લાલુને કિડની આપવા પણ તૈયાર થઈ ગયો હતો અંસારી
RJD નેતા અને કથિત સેવાદાર ઈરફાન અંસારી, લાલુપ્રસાદ યાદવના ઘણાં જ નજીકના અને વિશ્વાસપાત્ર છે. લાલુને જ્યારે કિડનીની બીમારી હતી, ત્યારે ઈરફાન કિડની ડોનેટ કરવા પણ તૈયાર થઈ ગયો હતો. તેને કહ્યું હતું કે માત્ર તેની જ કિડની નહીં, જો તેના પરિવારના કોઈ પણ સભ્યની કિડની મેચ થશે તો તે આપવા પણ તૈયાર છે. તેના પરિવારમાં પત્ની અને છ બાળકો છે. અંસારીએ કહ્યું હતું કે લાલુજી તરફથી તેને પુત્ર જેવો જ પ્રેમ મળ્યો છે.

IGએ જેલ સુપ્રિન્ટેન્ડન્ટ પર ઠીકરું ફોડ્યું
લાલુના ઓડિયોને લઈને જેલ IG વિરેન્દ્ર ભૂષણે કહ્યું કે આ જવાબદારી જેલ સુપ્રિન્ટેન્ડન્ટની છે કે કોઈ કેદી નિયમ ન તોડે. કોઈ પણ કાળે કેદીની પાસે મોબાઈલ ન પહોંચવો જોઈએ. એક વખત ફરિયાદ મળ્યા બાદ પેઈંગ વોર્ડમાં દરોડો પાડવામાં આવ્યો હતો. ત્યારે લાલુયાદવની પાસે મોબાઈલ મળ્યો ન હતો. જો હાલ તે મોબાઈલથી વાત કરી રહ્યાં છે તો આ નિયમોની વિરૂદ્ધ છે. આ મામલે ભાસ્કરે જેલ સુપ્રિન્ટેન્ડન્ટને ત્રણ વખત ફોન કર્યો, પરંતુ તેઓએ એક વખત પણ ફોન ઉઠાવ્યો ન હતો.

ભાજપે કહ્યું- રાજ્ય સરકાર કાર્યવાહી કરે, નહીંતર ગૃહ મંત્રાલયને અપીલ કરવામાં આવશે
ભાજપે કહ્યું કે રાજ્ય સરકારે લાલુ પર કરપ્શનનો કેસ દાખલ કરવો જોઈએ. જે સેવાદારે વાત કરાવી, તેના મોબાઈલનું સીડીઆર કાઢવું જરૂરી છે. તેને ક્યારે, ક્યાં, કોની સાથે, કેટલી વાર સુધી વાત કરાવી તેની તપાસ થવી જોઈએ. ભાજપના પ્રદેશ પ્રવક્તા પ્રતુલ શાહદેવે કહ્યું કે અમે થોડાં દિવસની મુદ્દત આપીએ છીએ, જો રાજ્ય સરકારે તપાસ ન કરાવી તો કેન્દ્રીય ગૃહ મંત્રાલય સમક્ષ તપાસની અપીલ કરીશું.

ખાસ પરિસ્થિતિમાં જ બહાર નીકળી શકે છે સેવાદાર
ઈરફાન અંસારી ઘણી જ આસાનાથી રિમ્સ ડાયરેક્ટરના બંગલાની બહાર નીકળી શકે છે. આ અંગે ઝારખંડ હાઈકોર્ટના વકીલ અભય મિશ્રાએ જણાવ્યું કે જેલ મેન્યુઅલ મુજબ સેવાદારને ખાસ પરિસ્થિતિમાં જ બહાર નીકળવાની પરમિશન છે. કોઈ પણ કાળે સેવાદારની પાસે મોબાઈલ ન હોવો જોઈએ. કોઈ કેદી જ્યાં પણ ઈલાજ કરાવી રહ્યો હોય તેને ત્યાં પણ જેલના તમામ નિયમોનું પાલન કરવું જરૂરી હોય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here