ભારતમાં કોરોનાએ સુપર સ્પીડ પકડી છે અને સાથે જ લગ્નની સીઝન પણ શરૂ થઇ ગઇ છે. ભારત એકમાત્ર એવો દેશ છે જ્યાં લગ્ન કોઇ તહેવાર સમાન હોય છે. કોરોના વાયરસ મહામારીને ધ્યાનમાં લેતા સરકારે લગ્નમાં અનેક પ્રકારના પ્રતિબંધ મુક્યા છે અને ગાઇડલાઇન પણ જારી કરી છે. જે અનુસાર લગ્ન સમારોહમાં વધુમાં વધુ 200 લોકો જ સામેલ થઇ શકશે. રાજ્ય સરકારો મહેમાનોની સંખ્યા પોતાના હિસાબે 100 અથવા તેનાથી વધુ-ઓછી કરી શકે છે. ગુજરાતમાં કોરોનાના વધતાં કેસના કારણે લગ્નમાં આમંત્રિત મહ્માનોની સંખ્યા 100 કરી દેવામાં આવી છે. તેમાં મહેમાનો ઉપરાંત ફોટોગ્રાફર, વીડિયોગ્રાફર પણ સામેલ છે. ફક્ત કેટરિંગના સભ્યોની 100માં ગણતરી નહી કરવામાં આવે.

લગ્નમાં મહેમાનોની સંખ્યા પર નજર રાખવા માટે અલગ-અલગ શહેરોમાં ટીમો તૈયાર કરવામાં આવી છે. લગ્નમાં 100 લોકોથી વધુ વ્યક્તિ મળી આવે તો આયોજનકર્તાને 25 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. આ સાથે જ મહામારી અધિનિયમનું ઉલ્લંઘન કરવા, માનવ જીવનને સંકટમાં નાંખવા અંતર્ગત એફઆઇઆર (FIR) કરીને કેસ ચલાવવામાં આવશે. આ અંગે તમામ મેજીસ્ટ્રેટ અને ક્ષેત્રના અધિકારીઓને જરૂરી નિર્દેશ આપવામાં આવ્યા છે.

લગ્ન

મેરઠમાં નોંધાઇ પહેલી FIR

ઉત્તર પ્રદેશના મેરઠમાં લગ્ન સમારોહ દરમિયાન કોવિડ-19 ગાઇડલાઇન્સનું પાલન ન કરવા, સોશિયલ ડિસ્ટેંસિંગના ધજાગરા ઉડાવનાર પરિવારજનોને ભારે પડી ગયુ. અહીં વર-વધુના પિતા સાથે જ ગેસ્ટ હાઉસના માલિક પર પણ કેસ કરવામાં આવ્યો છે. એએસપી કેંટ ઇરજ રાજાનું કહેવુ છે કે લગ્ન સમારોહ દરમિયાન બેન્ડ વગેરે મળીને 100થી વધુ સંખ્યા ન હોવી જોઇએ. પરંતુ અહીં 300થી 350 લોકો સામેલ હતા. તેથી આ કાર્યવાહી કરવામાં આવી છે.

લગ્નમાં સામેલ લોકોની સંખ્યા 300થી 350 હતી

મેરઠના લાલકુર્તી સ્થિત બૈજલ ભવનમાં લગ્ન સમારોહ દરમિયાન લોકોએ માસ્ક પહેર્યુ ન હતુ અને સાથે જ સોશિયલ ડિસ્ટેંસિંગના ધજાગરા ઉડાવવામાં આવ્યા હતા. અહીં સેનિટાઇઝરની પણ વ્યવસ્થા કરવામાં આવી ન હતી. લગ્નમાં સામેલ લોકોની સંખ્યા 300થી વધુ હતી. લગ્ન સ્થળે પહોંચીને પોલીસે સમગ્ર કાર્યક્રમનો વીડિયો બનાવ્યો. આ સૂચના અને વીડિયોના આધારે પોલીસે 3 લોકો વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે.

fir

લગ્ન સમારોહમાં કરવુ પડશે આ નિયમોનું પાલન

  • લગ્ન સ્થળે 100થી વધુ લોકો હાજર ન હોવા જોઇએ.
  • ગેટ પર જ થર્મલ સ્કેનિંગથી આવનારનું તપમાન માપવાનું રહેશે, 100થી વધુ તાપમાન હોય તે વ્યક્તિને એન્ટ્રી નહી આપવામાં આવે.
  • ગેટ પર સેનિટાઇઝર અને હેન્ડવૉશની વ્યવસ્થા કરવાની રહેશે.
  • સમારોહ સ્થળ તથા ખુરશીને સેનેટાઇઝ કરાવાની રહેશે.
  • સમગ્ર સમારોહની વીડિયોગ્રાફી કરાવાની રહેશે.
  • સમારોહ સ્થળ પર માસ્ક પહેરવુ ફરજિયાત રહેશે.
  • સમારોહ સ્થળ પર ઓછામાં ઓછા 200 લોકોની જગ્યા હોવી જોઇએ. એટલે કે સોશિયલ ડિસ્ટેંસિંગનું પાલન કરવાનું રહેશે.
  • જરૂર પડે તો પ્રશાસન પણ વીડિયોગ્રાફી કરાવી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here