કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલનું ગત રોજ દિલ્હીની હોસ્પિટલમાં નિધન થયું હતું. ગત રાત્રે ચાર્ટર પ્લેન મારફતે તેમના પાર્થિવ દેહને વડોદરા એરપોર્ટ પર લવાયો હતો. વડોદરાથી બાય રોડ અંકલેશ્વર ખાતે લઈ જવામાં આવ્યો હતો. અને અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટીટ્યુટમાં રાત્રિ દરમિયાન રાખવામાં આવ્યો હતો. ત્યારે બીજી તરફ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ હાજર રહ્યા છે ઉલ્લેખનીય છે કે અહેમદપટેલના નિધનથી સમગ્ર કોંગ્રેસમાં શોકનો માહેલ સર્જાયો છે.કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલસુપુર્દ-એ-ખાક થયા છે.
કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી., સહિત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા
તેમની અંતિમ વિધિ તેમના વતન પીરમણમાં કરવામાં આવી.જે દરમ્યાન કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી., સહિત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા. આ ઉપરાંત ગુજરા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા, પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ અને વિપક્ષના નેતા પરેશ ધાનાણી હાજર રહ્યા.. અહેમદ પટેલ એક મહિના પહેલા કોરનાથી સક્રમતિ થયા બાદ તેમને ગુરૂગ્રામની મેદાંતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યા તેમણે સારવાર દરમ્યાન અંતિમ શ્વાસ લીધા હતા. તેમના અવસાન બાદ પાર્થિવ દેહ દિલ્હીથી લાવી અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલના કોલ્ડ રૂમમાં રાખવામાં આવ્યો હતો. જ્યાથી અહેમદ પટેલનો પાર્થિવ દેહ પીરામણ ગામે લાવવામાં આવ્યો.. જ્યાં તેમની દફનવિધિ કરવામાં આવી..

ત્યારે બીજી તરફ છત્તીસગઢના CM ભુપેશ બઘેલ, કોંગ્રેસના વરિષ્ઠ નેતા કમલનાથ અને કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલા પણ અહેમદ પટેલની અંતિમવિધિમાં પહોંચ્યા છે. અહમદ પટેલનો પાર્થિવદેહ એમ્બ્યુલન્સ મારફત તેમના વતન પિરામણ પહોંચી ગયો હતો. તેમજ થોડીવારમાં તેમની દફનવિધિ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ભરૂચના પીરામણ સુન્ની વ્હોરા મુસ્લિમ જમાત કબ્રસ્તાન ખાતે તેમની દફનવિધિ થશે. અહેમદ પટેલની અંતિમ ઇચ્છા પ્રમાણે તેમના માતા પિતાની કબરની બાજુમાં દફનવિધિ થઈ.

અહમદ પટેલનો પાર્થિવદેહ એમ્બ્યુલન્સ મારફત તેમના વતન પિરામણ પહોંચી ગયો છે. તેમજ થોડીવારમાં તેમની દફનવિધિ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ભરૂચના પીરામણ સુન્ની વ્હોરા મુસ્લિમ જમાત કબ્રસ્તાન ખાતે તેમની દફનવિધિ થશે. અહેમદ પટેલની અંતિમ ઇચ્છા પ્રમાણે તેમના માતા પિતાની કબરની બાજુમાં દફનવિધિ થશે. અહેમદ પટેલની દફનવિધિમાં હાજરી આપવા માટે કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધી સહિત અનેક મોટા નેતાઓ આવ્યા છે.

કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધી સહિત અનેક મોટા નેતાઓ આવ્યા
આજે અહેમદ પટેલાના પાર્થિવ દેહને તેમના વતન પિરામણ ખાતે લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેમની અંતિમ વિધી પૂર્ણ કરાશે. તેમની ઈચ્છા મુજબ તેમના માતા-પિતાની કબરની બાજુમાં તેમની દફન વિધિ પૂર્ણ કરવામાં આવી હતી. આ દફનવીધી સમયે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ હાજર રહ્યા, જેમાં કોંગ્રેસ પક્ષના રાહુલ ગાંધી, અશોક ગેહલોત અને કમલનાથ સહિતના ટોચના નેતાઓ હાજરી આપી હતી.

નોંધનીય છે કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સુરત એરપોર્ટ પહોંચ્યા બાદ અહેમદ પટેલના વતન પિરામણ રવાના થયા છે. રાહુલ ગાંધી પિરાણ ગામ પહોંચી ચૂક્યા હતા. તમામ તકેદારી અને કોવિડ-19ની ગાઈડલાઈનનું પાલન કરવામાં આવ્યું હતું, સાથે સાથે દિગ્ગજ નેતાઓની હાજરીથી ચુસ્ત બંદોબસ્ત પણ હતો.
ટૂંક સમયમાં થશે દફનવિધી

અહેમદ પટેલાના પાર્થિવ દેહને તેમના વતન પિરામણ ખાતે લઈ જવામાં આવ્યો

સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટીટ્યુટમાં રાત્રિ દરમિયાન પાર્થિવ દેહ રખાયો
ભરૂચ જિલ્લાના પનોતા પુત્ર અને રાજ્યસભા ના સાંસદ અહેમદ પટેલના પાર્થિવ દેહ સુપર્દે ખાકની વિધિ થોડી વારમાં હાથ ધરાશે. મોડી રાતે અહેમદ પટેલના નશ્વર દેહને અંકલેશ્વર લવાયો હતો. અહેમદ પટેલના પરિજનો પણ પહોંચી ચૂક્યા છે. અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલના કોલ્ડ રૂમમાં રાખવામાં આવ્યો.પ્રદેશ કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ.. સહિતના નેતાઓ અને કોંગ્રેસના ધારાસભ્યોનો કાફલો પણ પહોંચ્યો છે.

નોંધનીય છે કે ગુજરાત કોંગ્રેસના નેતાઓ અર્જુન મોઢવિડિયા, અમિત ચાવડા શક્તિસિંહ ગોહિલ અને જયંતિ બોસ્કી પિરામણ ગામમાં હાજર છે. સાથે સાથે શંકર સિંહ વાઘેલા પણ હાજર છે. આ ઉપરાંત કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડી.કે. શિવકુમાર પણ પિરામણ પહોંચ્યા છે.

અહેમદ પટેલના પાર્થિવ દેહને સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઈન્સટીટ્યુટમાંથી કબ્રસ્તાન લઈ જવાશે, ત્યાં નમાઝ અદા કર્યા બાદ અંતિમ વિધિ થશે, નોંધપાત્ર છે કે કોરોના વાયરસની ગાઈડલાઈન પ્રમાણે કબ્રસ્તાનમાં માત્ર 50 લોકોને જ પ્રવેશ મળશે, તમામ પ્રકારની તકેદારીઓ રાખવામાં આવશે,

ત્યારે બીજી તરફ અહેમદ પટેલના વતનમાં રાજકારણના નેતાઓ અને સમર્થકોનો ભારે જમાવડો જોવા મળ્યો છે. ત્યારે આ તરફ ગુજરાતના અંકલેશ્વર શહેરના વેપારીઓએ સ્વંયભૂ બંધ પાળ્યો છે.