NS વિક્રમાદિત્ય પર તૈનાત ભારતીય નેવીનું એક મિગ -29k ગુરુવારે અકસ્માતનો ભોગ બન્યું હતું. ભારતીય નેવીના જણાવ્યા અનુસાર ગુરુવારે સાંજે પાંચ વાગ્યે MiG-29K દુર્ઘટના સર્જાઈ હતી. અને વિમાન દરિયામાં પડી ગયું હતું. ફાઇટર એરક્રાફ્ટનો એક પાઇલટ મળી આવ્યો છે જ્યારે બીજા પાઇલટની શોધ કરવામાં આવી રહી છે.

ફાઇટર એરક્રાફ્ટનો એક પાઇલટ મળી આવ્યો

નેવીના જણાવ્યા અનુસાર, આ ઘટના અંગે તપાસના આદેશ અપાયા છે. આ વિમાનનો ઉપયોગ ટ્રેનર એરક્રાફટ તરીકે કરવામાં આવી રહ્યો હતો. વિમાનના બીજા પાઇલટને શોધવા માટે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. પાઇલોટ્સની દરિયાઇ વિસ્તારમાં હવા અને પાણી પર કામગીરી કરી શોધખોળ કરવામાં આવી રહી છે.

ભારતીય નેવીના નિવેદન અનુસાર, આ મિગ -29 INS વિક્રમાદિત્ય પર તૈનાત હતું. છેલ્લા કેટલાક દિવસોમાં, જ્યારે ભારતીય નૌકાદળ દ્વારા માલબારમાં સૈન્ય યુદ્ધાભ્યાસમાં ભાગ લીધો છે, આ યુદ્ધાભ્યાસમાં પણ મિગ -29K તેમાં ભાગ લીધો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here