ભારતને એશિયામાં સૌથી ભ્રષ્ટ્ર દેશનું ન મળવા જેવું બિરૃદ મળ્યું છે. ભ્રષ્ટ્રાચારનો વૈશ્વિક અભ્યાસ કરતી સંસ્થા ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલે આજે ધ ગ્લોબલ કરપ્શન બેરોમિટર-એશિયા, નામનો રિપોર્ટ રજૂ કર્યો હતો. એ પ્રમાણે ભારતમાં ભ્રષ્ટ્રાચારનો દર ૩૯ ટકા છે. ૩૯ ટકા લોકો લાંચ આપે ત્યારે જ તેમનું કામ થાય છે, તો બીજી તરફ ૪૬ ટકા લોકોએ સ્વિકાર્યું હતું કે લાગવગને કારણે જ તેમના કામો થાય છે. ભારતનો આ લાગવગ દર પણ સૌથી વધારે છે.

લાંચ

ભ્રષ્ટ્રાચાર અટકાવવા માટે અમુક-તમુક નંબર પર ફોન કરો, વિગતો ગુપ્ત રહેશે એવા બોર્ડ સરકારે માર્યાં હોય છે. પણ ૬૩ ટકા લોકોએ સ્વિકાર્યું હતું કે જો ભ્રષ્ટ્રાચારની ફરિયાદ કરીએ તો કામ તો ન થાય, ઉલટાના અમારા વિરૃદ્ધ જ કાર્યવાહી થાય એવો ડર રહે છે. તો વળી ૧૮ ટકાએ કહ્યું હતું કે જો અમે અમુક કામ ન કરીએ તો જાતિય સતામણીની ધમકી આપવામાં આવે છે. ખાસ કરીને મહિલા યુવતીઓ સાથે આવા બનાવો વધારે બને છે.

સમગ્ર એશિયામાં ભ્રષ્ટ્રાચારનું સરેરાશ પ્રમાણ ૨૦ ટકા છે. એટલે કે એશિયાના અંદાજે ૮૩ કરોડથી વધારે લોકો લાંચ-રૃશ્વત વડે પોતાનું કામ કઢાવે છે. ચૂંટણી વખતે ભ્રષ્ટ્રાચારની બોલબાલા હોય છે. છેલ્લા પાંચ વર્ષમાં અંદાજે ૧૮ ટકા નાગરિકોને મતના બદલામાં પૈસાની ઓફર થઈ હતી. ભારત માટે વાત જરા પણ અજાણી નથી.

લાંચ

રિપોર્ટ્સની હાઈલાઈટ્સ

  • ભારતમાં ૮૯ ટકા લોકો માને છે કે સરકારી ભ્રષ્ટ્રાચાર એ મોટી સમસ્યા છે.
  • એશિયામાં ૩૨ ટકા લોકો માને છે ભ્રષ્ટ્રાચાર કરવામાં સૌથી પહેલા ક્રમે સાંસદો-વિધાનસભ્યો આવે છે.
  • એશિયામાં ૩૩ ટકા નાગરિકોને તેમની સરકાર પર વિશ્વાસ નથી.
  • ભારતમાં ૭૩ ટકા નાગરિકો માને છે કે એન્ટિ-કરપ્શન એજન્સી સારી રીતે કામ કરે છે.
  • એશિયામાં સૌથી ઓછો ૨ ટકા ભ્રષ્ટ્રાચાર જાપાનમાં છે.
  • સમગ્ર એશિયામાં સરકારી સેવાઓમાં સૌથી વધુ ભ્રષ્ટ્ર તંત્ર પોલીસનું હોવાનું લોકો માને છે.
  • ૬૨ ટકા એશિયનો એવું વિચારે છે કે સામાન્ય નાગરિક ધારે તો ભ્રષ્ટ્રાચાર અટકી શકે.

ક્યા દેશમાં કેટલા ટકા ભ્રષ્ટ્રાચાર

દેશ   ટકા
ભારત ૩૯
કમ્બોડિયા     ૩૮
ઈન્ડોનેશિયા  ૩૦
ચીન  ૨૮
બાંગ્લાદેશ    ૨૪
થાઈલેન્ડ     ૨૪
મોંગોલિયા    ૨૨
મ્યાનમાર     ૨૦
ફિલિપાઈન્સ  ૧૯
તાઈવાન     ૧૭

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here