ગુજરાતના તમામ એનએફએસએ રેશનકાર્ડધારકો તથા નોન-એનએફએસએ બીપીએલ રેશનકાર્ડના લાભાર્થીઓને ‘પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ ‘ યોજના હેઠળ નવેમ્બર માસનું મળવાપાત્ર વિનામૂલ્યે અનાજનું વિતરણ હવે તા.૫ ડિસેમ્બર ૨૦૨૦ સુધી કરી શકાશે.
લાખો કાર્ડધારકોના હિતમાં મફત રાશનનો નિર્ણય

નવેમ્બર માસનો વિનામુલ્યે આપવાનો થતો પુરવઠો તા.૩૦ નવેમ્બર સુધી આપવાનો હતો જેની તારીખ હવે લંબાવી દેવાઇ છે.કોરોના મહામારીની વકરતી સ્થિતિ, કરફ્યુ તેમજ અન્ય કેટલાક સંજોગોને ધ્યાને લેતા અન્ન અને નાગરિક પુરવઠા ખાતા ગાંધીનગર દ્વારા લાખો કાર્ડધારકોના હિતમાં ઉપરોક્ત નિર્ણય લેવાયો છે.