પંજાબથી આવેલા ખેડૂતોનો કાફલો હવે રાજધાની દિલ્હીની નજીક પહોંચી ગયો છે. તમામ અવરોધોને દૂર કરતાં ખેડૂતો છેવટે દિલ્હીની નજીક પહોંચી ગયા છે. એવામાં દિલ્લી પોલિસે પોતાની તૈયારીઓ વધારી દીધી છે. રાજધાનીમાં પોલિસ સ્ટેડિયમને ટેમ્પરરી જેલ બનાવવાની તૈયારીમાં લાગી ગઈ છે. જે માટે સરકારની પરવાનગી માગી છે. દિલ્હી પોલિસે રાજ્ય સરકાર પાસે શહેરના નવ સ્ટેડિયમને અસ્થાઈ જેલમાં પરિવર્તિત કરવાની પરમિશન માંગી છે. જો દિલ્હીમાંપ્રદર્શન વધે છે તો ખેડૂતોને આ અસ્થાયી જેલમાં લઈ જઈ શકાય છે.

પંજાબથી નીકળેલા ખેડૂતો હરિયાણાના રસ્તે દિલ્હી આવી રહ્યા

જણાવી દઈએ કે પંજાબથી નીકળેલા ખેડૂતો હરિયાણાના રસ્તે દિલ્હી આવી રહ્યા છે. મોડી રાત સુધી ખેડૂતો પાનીપત સુધી પહોંચ્યા હતા. હવે દિલ્હી બોર્ડરની ખૂબ જ નજીક છે. શુક્રવારે સવારે પોલિસ અને ખેડૂતો વચ્ચે સિંધુ બોર્ડર પર થોડી ચકમક પણ ઝરી હતી. પોલિસે ખેડૂતોને પરત જવા માટે કહ્યું. પરંતુ ખેડૂતોએ પરત જવાથી ના પાડી દીધી. અને દિલ્હી રામલીલા મેદાન- જંતર મંતર પર અડી ગયા છે.

સરકારે ખેડૂતોને 3 ડિસેમ્બરે વાતચીત માટે બોલાવ્યા

બીજી બાજુ કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું કે સરકારે ખેડૂતોને 3 ડિસેમ્બરે વાતચીત માટે બોલાવ્યા છે. જો કે ખેડૂતોનું કહેવું છે કે હવે સીધા પીએમ નરેન્દ્રમોદી સાથે જ વાત કરશે. ખેડૂતોના પ્રદર્શનને કારણે બોર્ડર પર જામની સ્થિતિ છે. દરેક વાહનનું ચેકિંગ થઈ રહ્યું છે. પોલિસને ડર છે કે ખેડૂતો વાહનમાં નાના નાના ગ્રૂપ બનાવીને આવી શકે છે. આ કારણે પોલિસ સખ્તાઈથી વર્તી રહી છે. આ સિવાય મેટ્રો સ્ટેશનની એન્ટ્રી અને એક્ઝિટ બંધ કરી દીધી છે.

સરકાર તેમની વાત ના સાંભળતી હોવાનું રટણ ખેડૂતો કરી રહ્યા

ખેડૂતો પોલીસની એક પણ વાત માનવ તૈયાર નથી. ખેડૂતોનું કહેવું છે કે અમે ત્યાં આવીને રહીશું. કઈ પણ થઈ જાય. સરકાર તેમની વાત ના સાંભળતી હોવાનું રટણ ખેડૂતો કરી રહ્યા છે અને તે દિલ્લીના રામલીલા મેદાનમાં જવા માટે અડગ છે. ખેડૂતો આજે વધુ આક્રમક મૂડમાં પ્રદર્શન કરી રહ્યા છે.શુક્રવારે શુક્રવારે સવારે ખેડૂતો રોહતક-દિલ્લી હાઇવે પર ભેગા થયા છે.બીજી બાજુ સોનિપટમાં પણ ખેડૂતો અને પોલીસ વચ્ચે તણાવ વધ્યો છે. ખેડૂતોઓ એકે જ સુર છે પીએમ આવેશે તો જ વાતચીત થશે. દિવસેને દિવસે આ આંદોલન વધુ ઉગ્ર બની રહ્યું છે.

કૃષિ બિલના વિરોધમાં ખેડૂતોનું પ્રદર્શન આજે પણ યથાવત

કૃષિ બિલના વિરોધમાં ખેડૂતોનું પ્રદર્શન આજે પણ યથાવત છે. મોટી સંખ્યામાં ખેડૂતો દિલ્લી આવવાની કોશિશ કરી રહ્યા છે પણ પંજાબ -હરિયાણા બોર્ડર પર પોલીસનો કાફલો ખડકી દેવાયો છે. સિંધુ બોર્ડર પર આજે પણ ખેડૂતો દિલ્લી આવવા પર મક્કમ છે .પોલીસે ખેડૂતોને પરત જવા માટેની અપીલ પણ કરી અને નિયમોનું પાલન કરવા કહ્યું. પણ ખેડૂતોમાં રોષ ભભુકી ઉઠ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here