ખેડૂતોનું પ્રદર્શન શુક્રવારે પણ આક્રમક બન્યુ છે. સિંધુ બોર્ડર પર પોલીસ અને ખેડૂતો વચ્ચે ટક્કર થઇ. અહીં પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યાં. પરંતુ ખેડૂતોએ પીછે હઠ ન કરી અને દિલ્હી આવવાની જિદે મક્કમ છે. પ્રદર્શનના કારણે દિલ્હીમાં અનેક જગ્યાએ મેટ્રો સ્ટેશન બંધ કરવામાં આવ્યા છે. સાથે જ અસ્થાયી જેલ બનાવવાની તૈયારી છે.

કૃષિ બિલના વિરોધમાં ખેડૂતોનું પ્રદર્શન આજે પણ યથાવત છે. મોટી સંખ્યામાં ખેડૂતો દિલ્લી આવવાની કોશિશ કરી રહ્યા છે પણ પંજાબ -હરિયાણા બોર્ડર પર પોલીસનો કાફલો ખડકી દેવાયો છે. સિંધુ બોર્ડર પર આજે પણ ખેડૂતો દિલ્લી આવવા પર મક્કમ છે .પોલીસે ખેડૂતોને પરત જવા માટેની અપીલ પણ કરી અને નિયમોનું પાલન કરવા કહ્યું. પણ ખેડૂતોમાં રોષ ભભુકી ઉઠ્યો છે.

પોલીસ સાથે વાટાઘાટો નિષ્ફળ, ખેડુતો દિલ્હી જવાની જીદ પર મક્કમ

ખેડૂતો પોલીસની એક પણ વાત માનવ તૈયાર નથી. ખેડૂતોનું કહેવું છે કે અમે ત્યાં આવીને રહીશું. કઈ પણ થઈ જાય. સરકાર તેમની વાત ના સાંભળતી હોવાનું રટણ ખેડૂતો કરી રહ્યા છે અને તે દિલ્લીના રામલીલા મેદાનમાં જવા માટે અડગ છે.

ખેડૂતોનું આક્રમક મૂડમાં પ્રદર્શન

ખેડૂતો આજે વધુ આક્રમક મૂડમાં પ્રદર્શન કરી રહ્યા છે.શુક્રવારે શુક્રવારે સવારે ખેડૂતો રોહતક-દિલ્લી હાઇવે પર ભેગા થયા છે.બીજી બાજુ સોનિપટમાં પણ ખેડૂતો અને પોલીસ વચ્ચે તણાવ વધ્યો છે. ખેડૂતોઓ એકે જ સુર છે પીએમ આવેશે તો જ વાતચીત થશે. દિવસેને દિવસે આ આંદોલન વધુ ઉગ્ર બની રહ્યું છે.

પોલીસે છોડ્યા ટીયર ગેસના સેલ

પોલીસ દ્વારા સિંધુ બોર્ડર પર ફરીથી ટીયર ગેસનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ખેડુતો પાછા જવાનું નામ નથી લઈ રહ્યા અને દિલ્હી આવવા મક્કમ છે. કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોનું પ્રદર્શન આજે પણ જારી છે. મોટી સંખ્યામાં ખેડૂતો દિલ્હી આવવાનો પ્રયાસ કરી રહ્યાં છે પરંતુ પંજાબ-હરિયાણા બોર્ડર પર પોલીસે સઘન સુરક્ષા કરવામાં આવી છે. અહીં ખેડૂતોએ આખીરાત ડેરો જમાવી રાખ્યો અને શુક્રવાર સવારથી જ સૂત્રોચ્ચાર કરી રહ્યાં છે. આજે ઉત્તર પ્રદેશમાં પણ ખેડૂતો રસ્તા પર ઉતરશે અને કૃષિ કાયદાનો વિરોધ કરશે.

દિલ્હીની નજીક પહોંચ્યા ખેડૂતો

ખેડૂતોનું પ્રદર્શન પણ ચાલી રહ્યુ છે અને હવે વધુ આક્રામક થતુ જઇ રહ્યું છે. શુક્રવારે સવારે ખેડૂત પોલીસ દ્વારા તમામ રોક હટાવીને રોહતક પહોંચી ગયા છે, અહીં રોહતક-દિલ્હી હાઇવે પર ખેડૂતો એકઠા થવાનું શરૂ થઇ ગયા હતા. બીજી બાજુ સોનીપતમાં પણ ખેડૂતો અને પોલીસમાં તણાવ વધી ગયો છે, ખેડૂતોનો એક જથ્થો પાણીપત-સોનીપત બોર્ડર પર પહોંચી ગયાં. ખેડૂતોએ પણ બેરિકેડિંગને હટાવાનું શરૂ કરી દીધું.

આજે યુપીમાં પણ થશે હલ્લાબોલ

ગુરુવારે પંજાબથી ચાલેલા ખેડૂતોનો પંજાબ-હરિયાણા બોર્ડર પર પોલીસ સાથે સંઘર્ષ થયો. દિલ્હી-હરિયાણા બોર્ડર પર સ્થિતિ તણાવપૂર્ણ રહી. આજે હવે યુપીના ખેડૂતો પણ રસ્તા પર ઉતરશે. ભારતીય ખેડૂત યુનિયનના નેતા રાકેશ ટિકેતે મોટુ એલાન કરતાં કહ્યું કે યુપીના ખેડૂતો રસ્તા પર ઉતરશે. ટિકેટ અનુસાર આજે સવારે 11 વાગ્યાથી મોટુ પ્રદર્શન થશે. રાકેશે કહ્યું કે યુપીના ખેડૂતો દિલ્હી-દહેરાદૂન હાઇવે જામ કરશે. જણાવી દઇએ કે પ્રદર્શનના કારણે એનસીઆરમાં પહેલાથી જ મેટ્રોલ સેવા બંધ છે અને નોએડાથી દિલ્હી મેટ્રો નથી જઇ રહી.

સિંધુ બોર્ડર સીલ, પોલીસ તૈનાત

દિલ્હી-હરિયાણાના સિંધુ બોર્ડર પર પણ ખેડૂતોનો જમાવડો થવાની આશંકા છે. તેવામાં દિલ્હી પોલીસે બોર્ડરને સીલ કરી દીધી છે જેથી ખેડૂતોને દિલ્હી આવવાથી રોકી શકાય. અહીં મોટી સંખ્યામાં પોલીસબળ તૈનાત છે.

શુક્રવારની સવારથી જ પ્રદર્શન શરૂ

પંજાબ અને હરિયાણા બોર્ડર પર શુક્રવારની સવારથી જ હોબાળો શરૂ થયો. અહીં આખી રાત ખેડૂતોએ ચક્કાજામ કર્યો અને સવાર થતાં જ સૂત્રોચ્ચા કરતાં દિલ્હી કૂચનો પ્રયાસ કર્યો. પરંતુ પોલીસે વોટર કેનનનો ઉપયોગ કરીને ખેડૂતોને રોકવાનો પ્રયાસ કર્યો. કૃષિ કાયદાની વિરુદ્ધ ખેડૂતો દિલ્હી આવવાની જિદ પર અડેલા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here