કોરોના વાયરસે સમગ્ર વિશ્વને બાનમાં લઇ લીધું છે અને તેના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે.જેની સાથે રાહતની વાત એ છે  કે કોરોનાથી સાજા થનારા દર્દીઓનું પ્રમાણ સતત વધી રહ્યું છે. અલબત્ત, કોરોના વાયરસનો ખૂબ જ વધારે વાયરલ લોડ તેમજ ડાયાબિટિસ અને હૃદયરોગ સંબધિત ગંભીર બિમારીઓ ધરાવતા દર્દીને બ્રેઇન સ્ટ્રોક જેવી સમસ્યા પણ સર્જાઇ શકે છે તેમ ન્યૂરો મેડિસિનના તજજ્ઞોનું માનવું છે. પરંતુ હકારાત્મક વાત એ છે કે ભારતમાં કોરોનાના મોટાભાગના દર્દીઓમાં વાયરલ લોડ ખૂબ જ ઓછો હોવાથી તેમને આ પ્રકારની સમસ્યામાંથી પસાર થવાની સંભાવના નહિવત્ રહેલી છે.

ન્યૂરોસર્જનના મતે કોરોનાને લીધે મગજમાં ઇન્ફેક્શન થઇ શકે

ન્યૂરોસર્જનના મતે કોરોનાને લીધે મગજમાં ઇન્ફેક્શન થઇ શકે .મગજમાં જે લોહીની નસો છે તેમાં ક્લોટ થઇને મગજનો એટેક કે જે સેરેબ્રોવાસ્ક્યુલર કહેવામાં આવે છે તે થઇ શકે છે.ડાયાબિટિસ હોવા ઉપરાંત કેન્સરની દવા ચાલતી હોય તેવા દર્દીમાં કોરોના વાયરસનો લોડ ખૂબ જ વધારે હોય તો તેને કેટલાક કોમ્પલિકેશન્સનો સામનો કરવો પડી શકે છે. કોરોના વાયરસ છે જે તે થોમ્બોટિક સિનોમિના કરે છે, તે ફેફસામાં નહીં પણ ફેફસાની આજુબાજુ જે હવાની કોથળી હોય તેની આજુબાજુ સોજો લાવે છે અને તે નાના-નાના બ્લડ ક્લોટ્સ બનાવે છે, જેને થોમ્બસ કહેવામાં આવે છે. આ થોમ્બસને લીધે ફેફસાની જે ઓક્સિજનની જે વહન કરવાની ક્ષમતા છે તે ઘટવા લાગે છે. જેના લીધે દર્દીના ઓક્સિજનનું પ્રમાણ ઘટવા લાગે છે તેમ જણાવતા ડો. વિપુલ અમીને ઉમેર્યું કે, ‘ન્યૂમોનિયામાં ફેફસામાં ઇન્ફેક્શનને લીધે ઓક્સિજનના સ્તરમાં ફેરફાર થાય છે. પરંતુ કોરોના વાયરસમાં વાયર લોડ વધુ હોય તો  મગજમાં જે લોહીની નસો છે તેમાં પણ બ્લડ ક્લોટ કરે છે. આ બાબત કોરોના વાયરસનો લોડ કેટલો છે તેના પર આધારિત છે.

વાયરસનો લોડ ઓછો રહ્યો હોવાથી આવા કિસ્સા પણ ઓછા જોવા મળ્યા

કોરોનાના સામાન્ય લક્ષણ જેમકે તાવ-શરદી-ઉધરસ હોય પણ વાયરસનો લોડ ઓછો હોય તો બ્રેઇન સ્ટ્રોક આવવો, હૃદયની લોહીની નસ પર અસર થવાની સંભાવના નહિવત્ રહેલી છે. આપણે ત્યાં પ્રમાણમાં વાયરસનો લોડ ઓછો રહ્યો હોવાથી આવા કિસ્સા પણ ઓછા જોવા મળ્યા છે. દર્દી ડાયાબિટિસ હોય-ઉંમર વધારે હોય-કેન્સર હોય તો તેની દવા ચાલતી હોય તો વાયરસનો લોડ ઓછો હોય તો પણ દર્દીને આવા કોમ્પ્લિકેશન્સ થઇ શકે છે.

કોરોના વાયરસની એન્ટિ વાયરલ દવા રીપ્લિકેશન્સને ઘટાડી દે છે

કોરોના વાયરસની એન્ટિ વાયરલ દવા રીપ્લિકેશન્સને ઘટાડી દે છે. આ રીપ્લિકેશન્સ ઘટતાં બ્રેઇન ક્લોટ, હૃદય પર કે મલ્ટિપલ ઓર્ગનને અસર થવી તેનું પ્રમાણ ઘણું ઘટી ગયું છે. જે હજુ સંપૂર્ણ ઝીરો નથી. અત્યારસુધી કોરાનાની સારવાર કરવામાં આવતી હતી. હવે તેની સાથે કોરોના બાદ થતા કોમ્પ્લિકેશન્સની સારવાર કરાવનારા દર્દીઓમાં પણ વધારો થયો છે.   જેમાં ખાસ કરીને વધારે પડતી ઉંમર, ડાયાબિટિસ-હૃદય-કિડનીની બિમારી હોય અને તેમને રોગ પ્રતિકારક શક્તિ ખાસ પ્રતિસાદ આપતી નથી. આવા કિસ્સામાં જાનનું જોખમ થાય છે. પરંતુ તેનું પ્રમાણ પણ ખૂબ જ ઓછું છે. માર્ચમાં કોરોના આવ્યો ત્યારથી આપણે સતત શીખી રહ્યા છીએ. હવે આપણે કોરોનામાંથી સાજા થયા બાદ દર્દીને અન્ય કોઇ કોમ્પ્લિકેશન્સ ન થાય તેના માટે વધુ ઉંમર કે કો મોર્બિડ દર્દીઓને ઓછામાં ઓછા ત્રણ સપ્તાહ સુધી ફોલોઅપ કરતા રહેવું   અને એ દરમિયાન કોઇ સમસ્યા થાય તો તેને કેમ નીવારવી એ તબક્કામાં છીએ.

કોરોના સંક્રમણ બાદ યાદશક્તિ ઘટવા લાગે છે?

કોરોના સંક્રમણમાંથી સાજા થનારા દર્દીને યાદશક્તિનું પ્રમાણ ઘટવા લાગે છે તેવી સંભાવનાને તબીબોએ નકારી કાઢી છે. ન્યૂરોસર્જનના મતે કોરોના સંક્રમિત થયા બાદ યાદશક્તિમાં ઘટાડો થવા લાગે છે તેવું હજુ પુરવાર થયું નથી. કેટલીક વ્યક્તિઓ કોરોના સંક્રમિત થયા બાદ વધારે પડતી સ્ટ્રેસમાં આવી જાય છે અને તેના કારણે એ સમય પૂરતી  તેમને આવી સમસ્યા કદાચ સર્જાઇ શકે છે. પરંતુ કોરોના મેમરી સેલને અસર કરે તેવું હજુ વૈજ્ઞાાનિક રીતે પુરવાર નથી. કોરોનાએ ચેતાતંત્રને, સાંભળવાની નસને, મોઢાના હલન-ચલન કરતી નસને, આંખની નસને કરી હોય તેવા દર્દીઓ જોવા મળ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here