2020ના વર્ષના 46મા સપ્તાહની ટીઆરપીની યાદી આવી ગઈ છે અને છેલ્લા ઘણા સમયથી મોખરે રહેનારી ટીવી સિરિયલ અનુપમા આ વખતે પણ મેદાન મારી ગઈ છે અને મોખરાના સ્થાને રહી છે. જોકે આ સપ્તાહે કેટલાક નવા ટીવી શો પણ યાદીમાં સામેલ થયા છે તેની ઉપર એક નજર.

ડાયરેક્ટર રાજન શાહીની આ સિરિયલ સતત મોખરે રહી

અનુપમા : ડાયરેક્ટર રાજન શાહીની આ સિરિયલ સતત મોખરે રહી છે. આ સપ્તાહે પણ તેણે પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. રૂપાલી ગાંગુલી અભિનીત અનુપમામાં હાલમાં જોરદાર ખળભળાટ મચેલો છે. આમ વાર્તામાં વળાંક આવ્યો છે અને ફેન્સ આતુરતાથી જોઈ રહ્યા છે.

કુંડલી ભાગ્ય આ સિરિયલને પણ લોકો ખૂબ પસંદ કરી

કુંડલી ભાગ્ય  : આ સિરિયલને પણ લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. તેમાં પણ એક નવો વળાંક આવ્યો છે. શ્રદ્ધા આર્ય અને ધીરજ ધૂપર રંગ જમાવી રહ્યા છે અને સિરિયલ ટોપ-5માં પોતાનું સ્થાન જાળવી રાખીને બેઠી છે.

એકતા કપૂરની આ સિરિયલે લાંબા સમયથી ટીઆરપીમાં પોતાની ધાક જમાવેલી

કુમકુમ ભાગ્ય : એકતા કપૂરની આ સિરિયલે લાંબા સમયથી ટીઆરપીમાં પોતાની ધાક જમાવેલી છે. શ્રુતિ જ્હા અને શબ્બીર અહલુવાલિયાની જોડી પણ ફેન્સને પસંદ પડી રહી છે.  આ શોમાં વારંવાર આવતા વળાંક કમાલના હોય છે.  તે હાલમાં ત્રીજા ક્રમે છે.

ઈમલી આ નવી સિરિયલ આવતાની સાથે જ છવાઈ ગઈ

ઇમલી : સ્ટાર પ્લસ પર શરૂ થયેલી આ નવી સિરિયલ આવતાની સાથે જ છવાઈ ગઈ છે. ગયા સપ્તાહે જ તે લોંચ થઈ છે અને થોડા દિવસમાં તો તે ટીઆરપીની યાદીમાં આવી ગઈ છે. તેને ચોથો ક્રમ મળ્યો છે. પહેલા જ સપ્તાહમાં આવી હાલત હોય તો આગળ જતાં શું હાલ થશે તે જોવાનું રહેશે.

આ સિરિયલે ઘણા સમય બાદ ટીઆરપીમાં જગ્યા બનાવી લીધી

યે હૈ ચાહતે :  સ્ટાર પ્લસની આ સિરિયલે ઘણા સમય બાદ ટીઆરપીમાં જગ્યા બનાવી લીધી છે. તે પાંચમા ક્રમે છે.  જોવાનુ એ છે કે આવતા સપ્તાહે તે યાદીમાં રહે છે કે બહાર થઈ જાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here