બોલિવુડ અભિનેત્રી કંગના રનૌતના પાલી હિલ સ્થિતિ ઓફિસ તોડવા સંબધિત મામલા પર હાઈ કોર્ટે પોતાનો નિર્ણય સંભળાવ્યો છે. બોમ્બે હાઈ કોર્ટના નિર્ણય અનુસાર કંગનાની ઓફિસમાં થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવશે. કોર્ટે સ્પષ્ટ કર્યુ છે કે કંગના દ્વારા તોડફોડમાં થયેલા નુકશાનના નિવેદનનું તેઓ સમર્થન કરતા નથી. નોંધનીય છે કે થોડાક મહિના પહેલા BMCનું બુલડોઝર બોલિવુડ અભિનેત્રી કંગના રનૌતની ઓફિસ પર ફરી વળ્યું હતું, અને વિવાદ વકર્યો હતો, ત્યાર પછી અભિનેત્રીએ બોમ્બે હાઈ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. અને મુંબઈ હાઈ કોર્ટે BMCને ફટકાર લગાવવી છે.

BMCનું બુલડોઝર બોલિવુડ અભિનેત્રી કંગના રનૌતની ઓફિસ પર ફરી વળ્યું

જ્યાં સુધી કંગનાએ આપેલા વાંધાજનક નિવેદનો અને પોસ્ટ્સની વાત છે ત્યાં સુધી કોર્ટે જણાવ્યું કે તેમણે વિચારીને બોલવું જોઈએ. કોર્ટે કહ્યું કે, વિષય ઓફિસને તોડવો તે છે ના તો ટ્વિટમાં કહેવામાં આવેલી સંપૂર્ણ બાબતો. ત્યાં ઘણું કામ અટકી ગયું છે. કોર્ટે નિવેદન આપ્યું કે, તેઓ કંગના દ્વારા આપેલા નિવેદનો જો કે બેજવાબદાર છે, ઉલ્લેખનીય છે કે સારો રસ્તો એ છે કે આવા નિવેદનોની અવગણના કરવી જોઈએ.

કંગના દ્વારા આપેલા નિવેદનો જો કે બેજવાબદાર

આ મામલે કોર્ટે સંજ્ઞાન લીધું કે આ તમામ બાબતો કંગનાને ધમકાવવા માટે કરવામાં આવી હતી અને BMCનો હેતુ યોગ્ય નહોતો, આપવામાં આવેલી નોટિસ અને તોડફોડ ખરેખરમાં તો કંગનાને ધમકાવવા માટે હતી, કોર્ટે ત્યાં સુધી જણાવ્યું કે કંગનાને નુકશાનીનું વળતર આપવા ચૂકવવા માટે ઓફિસમાં થયેલી તોડફોડનું મૂલ્યાંકન થવું જોઈએ અને આ મૂલ્યાંકન અંગેની જાણકારી અભિનેત્રી કંગના અને BMC બંનેને હોવી જોઈએ.

મૂલ્યાંકન અંગેની જાણકારી અભિનેત્રી કંગના અને BMC બંનેને હોવી જોઈએ

બીએમસી પાસે 2 કરોડ રૂપિયાનું વળતર પણ માંગ્યું

9 સપ્ટેમ્બરે પાલિ હિલ સ્થિત કંગનાની ઓફિસ મણિકર્ણિકા ફિલ્મ્સના અનેક ભાગોને બીએમસીએ ગેરકાયદે ગણાવીને તોડી પાડયા હતા..ત્યારબાદ કંગનાએ હાઇકોર્ટમાં અરજી કરીને આ કાર્યવાહીને  ગેરકાયદેસર ગણાવીને બીએમસી પાસે 2 કરોડ રૂપિયાનું વળતર પણ માંગ્યું હતુ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here