કાશ્મીરમાં ટૂરિઝમ ધીમે ધીમે પાટા પર આવી રહ્યું છે. જેમ જેમ ઠંડી વધી રહી છે, તેમ તેમ અહીંયા પર્યટકોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. ગત સપ્તાહે જ અહીંયા બરફવર્ષા શરૂ થઈ છે અને ટૂરિસ્ટ આવવાના શરૂ થઈ ગયા છે. આ કાશ્મીર માટે સારા સમાચાર છે. કારણ કે, ટૂરિઝન અહીંયાની ઈકોનોમીની બેકબોન છે.

ચંદીગઢના રહેવાસી શાલિની અને તેમના મંગેતર સોનુએ પ્રી-વેડિંગ શૂટ માટે કાશ્મીરને પસંદ કર્યું છે. બન્નેનું માનવું છે કે આનાથી સુંદર જગ્યા બીજી કોઈ નથી. બન્ને મંગળવારે ડાલ સરોવર પહોંચ્યા અને ત્યાં ફોટો શૂટ કર્યું. શાલિની કહે છે કે મને કાશ્મીરનું વાતાવરણ ખુબ જ ગમે છે. ડાલ સરોવર જોવું મારું સપનું હતું, જે પુરુ થઈ ગયું.

ફોટોગ્રાફી માટે કાશ્મીર કરતા સારી જગ્યા કોઈ નથી
શાલિની સાથે વધુ 8 લોકો કાશ્મીર આવ્યા છે. કોરોનાના જોખમ અંગે તેમનું કહેવું છે કે જીવનને વાઈરસની બીકે બાંધી ન શકાય. ફોટો શૂટ માટે તેમની સાથે આવેલા રાજકુમારે જણાવ્યું કે, એક ફોટોગ્રાફના પોઈન્ટ ઓફ વ્યૂથી કાશ્મીર કરતા સુંદર સ્થળ કોઈ હોઈ જ ન શકે. અમારા માટે આખા વર્ષમાં બે મહિના જ કમાણી થાય છે. ગત વર્ષે લોકડાઉનના કારણે ઘણું નુકસાન વેઠવું પડ્યું હતું.

વર્ષથી બંધ હતો ટૂરિઝમનો બિઝનેસ
ગત વર્ષે 5 ઓગસ્ટે આર્ટિકલ 370 હટાવ્યા પહેલા સરકારે બહારના લોકો માટે કાશ્મીર છોડવાની એડવાઈઝરી જાહેર કરી હતી. એ વખતે 5.2 લાખથી વધુ મજૂર અને વિદ્યાર્થીઓ અહીંયાથી ચાલ્યા ગયા હતા. આનાથી કાશ્મીરની ઈકોનોમીને ઘણું નુકસાન વેઠવું પડ્યું હતું. આર્ટિકલ 370 હટાવાયા પછી કાશ્મીરમાં બે મહિના સુધી ફોન અને ઈન્ટરનેટ સર્વિસ બંધ રહી. સરકારે ત્રણ મહિના પછી એડવાઈઝરી પાછી લઈ લીધી, પણ ટૂરિસ્ટ પાછા ન આવ્યા.

કોરોનાના કારણે ઘાટીમાં ડબલ લોકડાઉન રહ્યું
મોહમ્મદ ઈસ્માઈલ એ સેકડો લોકોમાં સામેલ છે, જે ડાલ સરોવરમાં શિકારા ચલાવવાનું કામ કરે છે. આ લોકો હાલ પણ ખાલી બેઠા છે. તેઓ કહે છે કે, હું નાનપણથી શિકારા ચલાવું છું, પણ આટલો ખરાબ સમય પહેલા ક્યારેય નથી જોયું.ગત વર્ષે ઓગસ્ટમાં કાશ્મીર છોડનાર પર્યટકોના ફોટા તેમને પરેશાન કરે છે. આશા હતી કે ઝડપથી બધુ પહેલાની જેમ થઈ જશે , પણ ત્યારે માર્ચમાં કોરોનાના કારણે લોકડાઉન લાગી ગયું. ઈસ્માઈલ જેવા હજારો લોકોની આશા પર પાણી ફેરવાઈ ગયું.

કાશ્મીરમાં હત સપ્તાહે જ બરફવર્ષા શરૂ થઈ છે, આ સાથે જ પર્યટકો અહીંયા આવવાના શરૂ થઈ ગયા છે.

સરકારી મદદની જાહેરાત
જમ્મુ-કાશ્મીર સરકારે શિકારા ચલાવનારાઓ માટે ત્રણ મહિના સુધી હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. ઈસ્માઈલ કહે છે કે એક હજાર રૂપિયામાં શું થવાનું છે. અમારે આખું પેકેજ જોઈએ છે, જેનાથી અમારી જરૂરિયાત પુરી થઈ શકે.શિકારા ચલાવનારા સાથે હજારોની સંખ્યામાં કેબ ડ્રાઈવર અને ટૂર ઓપરેટર પણ લોકડાઉનની મારને સહન કરી રહ્યાં છે.

45 વર્ષના રિયાઝ અહમદે અમરનાથ યાત્રાને ધ્યાનમાં રાખતા એક ટૂરિસ્ટ કેબ ખરીદી હતી. તેમણે જતન કરીને 10 લાખ રૂપિયા ભેગા કર્યા હતા. બેન્કમાંથી 9 લાખ રૂપિયાની લોન પણ લીધી. તેમને આશા હતી કે યાત્રા શરૂ થયા પછી તેમનો બિઝનેસ ચાલશે અને સારી કમાણી પણ થશે. પણ સતત બે લોકડાઉને તેમની ઈચ્છાઓ પર પાણી ફેરવી દીધું.

બેરોજગાર થઈ ગયેલા શ્રીનગરના 200 ટેક્સી ડ્રાઈવર
રિયાઝે કહ્યું કે, કમાણી ઠપ થવાથી હું 20 હજાર રૂપિયાની EMI નથી ભરી શક્યો. આ મારા માટે સૌથી ખરાબ સમય રહ્યો છે. પહેલા દર દિવસે 2500 રૂપિયાની કમાણી થઈ જતી હતી. પણ 5 ઓગસ્ટ 2019 પછી એક રૂપિયાની પણ કમાણી નથી થઈ. શ્રીનગરના બુલેવાર્ડ રોડ પર 200થી વધુ ટેક્સી દોડતી હતી. જેમાંથી મોટાભાગના 5 ઓગસ્ટ પછી કામ વગરના છે. એક ટેક્સી ડ્રાઈવરના જણાવ્યા પ્રમાણે અહીંયાની ટેક્સીઓમાંથી લગભગ 5 લાખ રૂપિયાની રેવેન્યૂ જનરેટ થાય છે, જે હવે શૂન્ય છે.

રાજૂ એક કેબ ડ્રાઈવર છે. તેઓ કહે છે- એક વર્ષથી વધુ સમય પછી અમે ટૂરિસ્ટને લઈને કાશ્મીર આવ્યા છીએ. સારુ લાગી રહ્યું છે કે હવે પર્યટકો ધીમે ધીમે અહીંયા આવી રહ્યાં છે. અમે ઈચ્છીએ છીએ કે બિઝનેસ પાછો શરૂ થઈ રહ્યો છે. કોરોનાથી બચવા માટે વેક્સિન જરૂરી છે. લોકડાઉન કોઈ સોલ્યૂશન નથી.

ઈકોનોમીને 17 હજાર 800 કરોડનું નુકસાન
કાશ્મીર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ (KCCI)એ ગત વર્ષે ડિસેમ્બરમાં જાહેર કરેલા રિપોર્ટ પ્રમાણે, કાશ્મીરની ઈકોનોમીને વર્ષ 2019માં ઓગસ્ટથી ઓક્ટોબર વચ્ચે 17 હજાર 800 કરોડ રૂપિયાનું નુકસાન થયું. લગભગ 4.9 લાખ નોકરીઓ છૂટી છે. ટૂરિઝમ સેક્ટરમાં જ 9 હજાર 191 કરોડનું નુકસાન થયું અને 1 લાખ 40 હજાર 500 લોકોની નોકરી ગઈ છે.

લોકોની મદદ કરી રહેલા સ્થાનિક સંગઠન
હાઉસબોટ વેલફેયર ટ્રસ્ટ, એક ચેરિટી છે જે લગભગ 600 બોટ ચલાવનારને દર મહિને મદદ કરે છે. બે હાઉસ બોટ્સ અને એક ગેસ્ટ હાઉસના માલિક તારિક પલ્ટૂ ચેરિટિ માટે વોલેન્ટિયર તરીકે કામ કરે છે. તેમણે જણાવ્યું કે, અમારા ટ્રસ્ટ સાથે જોડાયેલા લોકો કાશ્મીરની બહાર અને અન્ય દેશોમાં સેટલ છે. અમે લોકો રાતે ફુડ પેકેટ્સ વહેંચતા હતા.

તારિક કહે છે કે કાશ્મીર ટૂરિસ્ટ બિઝનેસ સાથે જોડાયેલા લોકો માટે સારા સમાચાર છે કે હવે લોકો અહીંયા આવી રહ્યાં છે. જો કે કોરોનાના વધી રહેલા કેસથી બીક પણ લાગી રહી છે કે આનાથી ગતિ પર બ્રેક ન લાગી જાય. સરકારે કાશ્મીરમાં ટૂરિઝન પહેલાની જેમ કરવા માટે પહેલ કરવી જોઈએ. અવેરનેસ પ્રોગ્રામ શરૂ કરવા જોઈએ, જેથી લોકોને લાગે કે કાશ્મીર તેમના માટે સેફ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here