બોલિવૂડ ડ્રગ્સ રેકેટમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ કોમેડિયન ભારતી સિંહ અને પતિ હર્ષ લિબાચિયાની ધરપકડ કર્યા પછી રાખી સાવંતે વિવાદિત સ્ટેટમેન્ટ આપ્યું છે. તેણે પ્રશ્ન કર્યો કે, માત્ર આર્ટિસ્ટ પર જ કેમ નિશાન તાકવામાં આવે છે? મંત્રીઓના દીકરાઓ કેમ પકડાતા નથી?

‘કોઈકે ભારતીના ઘરમાં ડ્રગ્સ છુપાવ્યું હશે’
પોતાની અપકમિંગ ફિલ્મ ‘વિનાશક કાલ’ના લોન્ચિગ વખતે મીડિયા સાથે વાતચીત દરમિયાન રાખીએ કહ્યું કે, ભારતી મારી ક્લોઝ ફ્રેન્ડ છે. તેના અને હર્ષની ધરપકડના સમાચાર આવ્યા તો મને વિશ્વાસ ના થયો. આ ભારતી વિરુદ્ધ એક ષડયંત્ર છે. કોઈકે તેના ઘરે ડ્રગ્સ છુપાડી દીધું હશે અને NCB ટીમને ફોન કર્યો હશે.

‘શું માત્ર આર્ટિસ્ટ જ ડ્રગ્સ લે છે?’
વધુમાં રાખીએ કહ્યું કે, હું જાણવા માગું છું કે માત્ર આર્ટિસ્ટને જ કેમ પકડવામાં આવી રહ્યા છે? મંત્રીઓના દીકરાઓ કેમ નહિ? દેશમાં અન્ય પણ ઘણા લોકો છે. બીજા લોકોને કેમ પકડવામાં આવતા નથી?

21 નવેમ્બરે ભારતીની ધરપકડ થઇ હતી
21 નવેમ્બરે ભારતી અને તેના પતિ હર્ષની NCBએ ધરપકડ કરી હતી. તેના ઘરે અને ઓફિસમાંથી આશરે 86.5 ગ્રામ ગાંજો મળ્યો હતો. ભારતીએ હર્ષ સાથે ગાંજો લેવાની વાત એજન્સી સામે સ્વીકારી હતી. 22 નવેમ્બરે કોર્ટે કપલને 4 ડિસેમ્બર સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા હતા, પણ બીજા દિવસે જ બંનેને જામીન મળી ગયા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here