ઓસ્ટ્રેલિયા સામેની આગામી સિરીઝમાં રમતા અગાઉ રોહિત શર્માની ફિટનેસની ચકાસણી કરવામાં આવશે. તેની ફિટનેસની સમીક્ષા હવે 11મી ડિસેમ્બરે કરવામાં આવનારી છે. ત્યાર બાદ તેના ઓસ્ટ્રેલિયા પ્રવાસ અંગે વિચારણા કરવામાં આવશે.
ભારતીય ક્રિકેટ બોર્ડે જાહેર કર્યું હતું કે રોહિત શર્મા બેંગલોર ખાતેની નેશનલ ક્રિકેટ એકેડમી (એનસીએ)માં હાલમાં રિહેબની પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યો છે.

રોહિત શર્મા અંગે કોઈ સ્પષ્ટતા નથી

તેની આગામી સમીક્ષા બાદ જ તે ઓસ્ટ્રેલિયામાં રમી શકશે કે નહીં તે અંગે નિર્ણય લેવાશે. દરમિયાન ગુરુવારે ભારતીય ટીમના સુકાની વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયા સામેની પહેલી વન-ડે અગાઉ કહ્યું હતું કે, રોહિત શર્મા અંગે કોઈ સ્પષ્ટતા નથી અને અમારી પાસે તેના વિશે કોઈ માહિતી નથી.

એનસીએમાં રિહેબ માટે બેંગલોર ગયો હતો

હવે BCCIએ જણાવ્યું હતું કે રોહિત શર્મા દસમી નવેમ્બરે આઇપીએલની ફાઇનલ રમાયા બાદ તેના પિતા બીમાર હોવાથી તે મુંબઈ પરત આવ્યો હતો. તેના પિતા સાજા થયા એટલે તે એનસીએમાં રિહેબ માટે બેંગલોર ગયો હતો. અગાઉ ભારતીય ટીમના સુકાની વિરાટ કોહલીએ રોહિત શર્માના મામલે બીસીસીઆઈની આકરી ટીકા કરી હતી અને કહ્યું હતું કે આ મામલે કોઈ સત્તાવાર સ્પષ્ટીકરણ આવ્યું નથી. રોહિત શર્મા રમશે કે નહીં તે અંગે પણ કોઈ કાંઈ કહી શકે તેમ નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here