આંબળામાં ભરપૂર પ્રમાણમાં પોષક તત્વોમાં હાજર હોય છે. તેની સાથે જ આંબળા ઘણા પ્રકારની બીમારીઓથી પણ બચાવે છે. આપણે બધા જાણીએ છીએ કે, આંબળાનું જ્યૂસ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે, પરંતુ આજે અમે આંબળામાંથી એક સ્વાદિષ્ટ વસ્તુ બનાવી રહ્યા છીએ, જે તમારા જીભનો સ્વાદ વધારવાની સાથે તમારા સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. આજે અમે તમને આંબળા અને ગોળની ચટણીની રેસિપી જણાવવા જઈ રહ્યા છીએ. જે સ્વાદિષ્ટ હોવાની સાથે-સાથે તમારા સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. તો આવો જાણીએ તેની રેસિપી વિશે…
સામગ્રી
- આંબળા- 1 કપ
- ગોળ- 1 કપ
- પંચ ફોરન- 1 ચમચી
- સૂકેલા લાલ મરચા- 2 નંગ
- બ્લેક સોલ્ટ- સ્વાદ પ્રમાણે
- જીરૂ પાવડર- 2 ચમચી
આંબળા ગોળની ચટણી બનાવવાની રીત
- સૌ પ્રથમ તમે આંબળાને પાણીમાં ઉકાળી લો. ત્યારબાદ તેના બી કાઢી લો અને તેના કટકા કરી નાખો.
- એક પેનમાં તેલ ગરમ કરો. ત્યારબાદ તેમાં પંચ ફોરન અને સૂકેલા મરચા નાથી થોડું પાકવા દો. ત્યારબાદ તેમાં કાપેલા આંબળાની સાથે બ્લેક સોલ્ટ અને સફેદ નમક નાખી લગભગ 5 થી 7 મિનિટ સુધી ઉકાળો.
- ત્યારબાદ તમે તેમાં ગોળ મિક્સ કરો. ગોળ જ્યારે સારી રીતે મિક્સ થઈ જાય અને આ મિશ્રણને લગભગ 5 થી 7 મિનિટ હળવા તાપ પર પકાવતા રહો. બાદમાં જીરૂ પાવડર મિક્સ કરી ચટણીનું પાણી સારી રીતે મિક્સ કરી સુકાય ત્યાં સુધી પકાવો.
- તમે આ ચટણીને 5 થી 7 દિવસ સુધી એર ટાઈટ કન્ટેનરમાં નાખી વપરાશ કરી શકો છો.