સીરમ ઇન્સ્ટીટ્યુટ ઑફ ઇન્ડિયાએ એવી સ્પષ્ટતા કરી હતી કે વ્યક્તિને કોરોનાની રસી આપ્યા પછી 60થી 70 ટકા અસર કરે તો પણ રસી કારગત ગણાય. બ્રિટનની એસ્ટ્રાજેનેકા કંપનીએ ઓક્સફર્ડ યુનિવર્સિટી સાથે મળીને તૈયાર કરેલી રસીની ટ્રાયલ બાબતના જુદા જુદા અહેવાલના પગલે ગૂંચવાડો સર્જાયો હતો. જો કે એસ્ટ્રાજેનેકા કંપની એ પોતાની રસીની રિ ટ્રાયલની તૈયારી વ્યક્ત કરી હતી.
રસીની ટ્રાયલ બાબતના જુદા જુદા અહેવાલના પગલે ગૂંચવાડો સર્જાયો
અગાઉના અહેવાલ મુજબ એસ્ટ્રાજેનેકાની રસીના ફૂલ ડૉઝથી 62 ટકા લાભ થતો હતો અને દોઢ ડૉઝથી 90 ટકા લાભ થતો હતો. સીરમ ઇન્સ્ટીટ્યુટે કહ્યું હતું કે રસીથી 60-70 ટકા લાભ થાય તો પણ એ કારગત ગણાય. આટલા ડૉઝ વડે પણ વાઇરસ સામે લડી શકાય. ઇન્સ્ટીટ્યુટે કહ્યું કે જુદા જુદા ડૉઝથી અસરમાં વઘઘટ થઇ શકે. એ સ્વાભાવિક છે.

આટલા ડૉઝ વડે પણ વાઇરસ સામે લડી શકાય
ઇંગ્લેંડ અને બ્રાઝિલમાં એસ્ટ્રાજેનેકાની રસીના જુદા જુદા ડૉઝ અપાતાં જુદા જુદા પરિણામો નજરે પડ્યા હતા એટલે ગૂંચવાડો સર્જાયો હતો. આ સંદર્ભમાં સીરમ ઇન્સ્ટીટ્યુટે સ્પષ્ટતા કરી હતી.