અસાધારણ સિદ્ધિ હાંસલ કરવાં માટે કોઈ વર્લ્ડ ક્લાસ સુવિધા હોવી જરૂરી નથી. જો મજબૂત મનોબળ તથા અડગતા હોય તો કોઈ પણ વ્યક્તિ સફળતાના શિખર સુધી પહોંચી શકે છે. આવી એક અસાધારણ ઘટના હાલમાં સામે આવી રહી છે. આ ઘટના મધ્યપ્રદેશમાં આવેલ ભોપાલ શહેરમાંથી સામે આવી રહી છે.
નાના એવાં ઘરમાં આગળના ભાગમાં પિતા ચા નું વેચાણ કરીને તેમજ માતા પાનનો ગલ્લો ચલાવીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યાં છે. ભોપાલ શહેરમાં આવેલ MP નજીક અનમોલ નામનો એક યુવાન રહે છે. જેણે પોતાની મહેનતથી IITમાં એડમિશન મેળવ્યું છે.
અનમોલ અહિરવારે ઈજનેરી શાખાની ખુબ મુશ્કેલ માનવામાં આવતી એવી IIT-JEEની પરીક્ષા આપી હતી. હવે એને ઉત્તરપ્રદેશની કાનપુરમાં આવેલ IITમાં એડમિશન મળી ગયું છે. અનમોલની માતા પાનનો ગલ્લો ચલાવે છે. માતા-પિતા બંને મળીને માંડ મહીને 8,000 રૂપિયાની કમાણી કરે છે પરંતુ દીકરાના અભ્યાસમાં ક્યારેય પણ આર્થિક મુશ્કેલીનું વિધ્ન ઊભું થવા દીધું નથી.

અભ્યાસ માટે અનમોલે જે માગ્યું એ એનાં માતા-પિતાએ અપાવ્યું છે. ઘરની પરિસ્થિતિ ભલે ડામાડોળ રહી હોય પણ અનમોલને ક્યારેય દુકાને બેસવા માટે દબાણ કર્યું નથી. માતા-પિતા બંને એને અભ્યાસ કરવા માટે સતત પ્રેરણા આપતા રહ્યા છે. દરરોજના કુલ 10 કલાક સુધી અભ્યાસ કર્યા પછી તેણે આ પરીક્ષા પાસ કરી છે.
અનમોલ પોતાની ફરજને સમજીને માતા-પિતાને કામમાં મદદ કરે છે. અનમોલના માતા-પિતા ભણેલા નથી પરંતુ પોતાના દીકરાને ઉચ્ચ ડિગ્રી મળે તથા સારો અભ્યાસ કરે એ માટેનું એક સપનું જોયું હતું. માતા-પિતાની એક કઠિન તપસ્યા અનમોલ માટે ખરા અર્થમાં પ્રેરણારૂપ બની ગઈ છે.
ધોરણ 10 સુધી IIT જેવી સંસ્થા હોય છે એવી અનમોલને ખબર પણ ન હતી પરંતુ જ્યારે તે ધોરણ 11 માં આવ્યો ત્યારે શિક્ષકોએ આ અંગેની જાણ આપી હતી. ત્યારપછી અનમોલે અહીં સુધી પહોંચવાનું લક્ષ્ય બનાવ્યું હતું. છેવટે એડમિશન મળતા એનું લક્ષ્ય પાર થયું.
અનમોલ જણાવતાં છે કે, એમાં મારો કોઈ ખાસ સંઘર્ષ નથી પરંતુ ખરો સંઘર્ષ તો માતાપિતાએ કર્યો છે. આની માટે દરરોજનું કુલ 8 કલાકનું વાંચન કર્યું હતું. અનમોલની સ્કૂલના આચાર્ય જણાવે છે કે, અનમોલ પર અમને ખુબ ગર્વ છે. તેણે શાળાનું નામ રોશન કર્યું છે. ભોપાલમાં આવેલ સુભાષ એક્સિલેન્સ સ્કૂલમાંથી તેણે પોતાનો અભ્યાસ પૂરો કર્યો હતો.