દુનિયાની સૌથી પહેલી કોરોનાની રસી બનાવનાર રશિયા (Russia)ની Sputnik V રસી બનાવનાર ટીમે કહ્યું કે તેમની રસી (Vaccine)ની સાથે AstraZenecaને પોતાની રસીનો ડોઝ આપવા અંગે વિચારવું જોઇએ. ટીમનો દાવો છે કે આની અસર વધુ અસરદાર રહેશે. રૂસનું કહેવું છે કે તેમની રસી 92% અસરદાર છે જ્યારે AstraZenecaનો દાવો છે કે તેમની રસી 70-90% સુધી અસરદાર હોઇ શકે છે.
વેકસીન નિર્માતાઓએ ટ્વિટર પર કહ્યું કે જો તેઓ નવા ક્લિનિકલ ટ્રાયલ કરી રહ્યા છે તો અમે સલાહ આપીશું કે તેમની રસીને Sputnik Vને અડેનોવાયરલ વેક્ટર શૉટની સાથે આપવો જોઇએ. બંનેને એક સાથે આપવી રીવેક્સિનેશન માટે અગત્યનું સાબિત થઇ શકે છે.
અસરદાર છે વેક્સીન
વાત એમ છે કે AstraZeneca પોતાની રસીની અસર અંગે ભાળ મેળવવા માટે બીજો એક ગ્લોબલ ટ્રાયલ કરવાનું વિચારી રહી છે. કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ પાસ્કલ સૉરિયટ એ છેલ્લા સ્ટેજના અભ્યાસના પરિણામો પર પ્રશ્ન કરવા પર બ્લૂમબર્ગને આ અંગે માહિતી આપી હતી. તો બ્રિટનના ચીફ સાઇન્ટિફિક એડવાઇઝર પેટ્રિક વોલંસનું કહેવું છે કે અગત્યની વાત એ છે કે રસી કામ કરી રહી છે.
સૌથી વિશ્વાસપાત્ર
AstraZenecaનું કહેવું છે કે આ વર્ષના અંત સુધીમાં 20 કરોડ ડોઝ તૈયાર કરી લેશે. આ રસીને અત્યાર સુધીની સૌથી વિશ્વાપાત્ર રસી માનવામાં આવી રહી છે. તેની કિંમત ઘણી ઓછી હોવાની સંભાવના છે અને તેને સ્ટોર કરવા માટે સામાન્ય ફ્રીજનું તાપમાન જ જોઇશે. તો સૌથી પહેલાં સૌથી અસરદાર હોવાનો દાવો કરનાર Pfizerની રસીને -70 ડિગ્રી સેલ્સિયસ તાપમાન પર સ્ટોર કરવી પડશે તેના લીધે આ કેટલાંય દેશો માટે પડકારરૂપ સાબિત થઇ શકે છે.