સુરેન્દ્રનગરના પાટડીના ખારાઘોડા રણમાં નર્મદાનું પાણી આવતા અગરીયાઓના પાટા ધોવાઈ જતાં મોટું નુકસાન થયું. નર્મદાનું પાણી રણમાં 10 કિલોમીટર સુધી ફેલાઈ જતા સૌથી વધુ મીઠાના પાટા પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. નર્મદા વિભાગની લાપરવાહીથી લાખો લિટર પાણી રણમાં વહી રહ્યું છે. બીજી તરફ ખેડૂતો પાણી વિના ટળવળે છે. છેલ્લા દસ બાર વર્ષથી નર્મદાનું પાણી રણમાં આવતા હોવાની અનેકવાર રજૂઆત કરાઇ છે. જો કે પરિણામ શૂન્ય છે.