અમદાવાદમાં 104ની ટીમ અને કોર્પોરેશનના હેલ્થ વિભાગે એકબીજા પર કામગીરી ઢોળતા દર્દીઓ હેરાન થયા છે. ઘાટલોડિયામાં રહેતા પરિવારે હેલ્થ વિભાગની કામગીરી પર ગંભીર આક્ષેપ લગાવ્યા છે. કોવિડના દર્દીનો કચરો લેવા પણ ટીમ આવતી ન હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. એક જ દિવસે બે વખત કરાવેલા રેપિડ ટેસ્ટ અલગ અલગ આવ્યા. સવારે રેપિડ નેગેટિવ તો બપોરે રિપોર્ટ પોઝિટિવ આવતા રેપિડ ટેસ્ટિંગની વિશ્વસનીયતા સામે સવાલ ઉઠ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here