રાજ્યમાં શિયાળા અંગે હવામાન વિભાગે મહત્વની આગાહી કરી. ઉત્તર ભારતમાં પડેલી હિમવર્ષાને લીધે ઠંડીનું પ્રમાણ વધવાની આગાહી કરી. સાથે જ માછીમારોને 2 દિવસ દરિયો નહી ખેડવા સૂચના આપી છે. રાજ્યમાં પવનોની ગતિ 40 થી 50 કીમીની ઝડપે રહેવાની શકયતા છે. બીજી તરફ રાજ્યમાં ત્રણ દિવસ ઠંડીનું પ્રમાણ પણ યથવાત રહેવાની શક્યતા છે. ત્રણ દિવસ બાદ રાજ્યમાં ઠડીનું પ્રમાણ વધી શકે છે. અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરામાં પાવનોની ગતિ તેજ રીહી છે જેને લઇ લોકો ઠંડીનો સામનો કરી રહ્યા છે.