અમદાવાદ રેલવે સ્ટેશન પર ટ્રેનોમાંથી ઉતરતા તમામ મુસાફરોના મ્યુનિ.તંત્ર દ્વારા ડોમ ઉભો કરીને ફરજિયાતપણે કોરોના ટેસ્ટ(રેપિડ ટેસ્ટ) કરવામાં આવતા હતા.તે કામગીરી છેલ્લા કેટલાક દિવસોથી બંધ કરી દેવામાં આવી છે. શહેરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે ટ્રેનોમાં બહારથી આવતા કોરોના સંક્રમીત મુસાફરોના કારણે કોરોનાનું સંક્રમણ વધુ ફેલાવાની ભીતિ સેવાઇ રહી છે. નોંધપાત્ર છેકે અમદાવાદ રેલવે સ્ટેશનેથી રોજની ૬૦ થી વધુ ટ્રેનોની અવર-જવર છે. ત્યારે હજારો મુસાફરો કોરોના સંક્રમણ સાથે ફરી રહ્યા છે.

મહારાષ્ટ્ર સરકારે એકતરફ તેના રાજ્યમાં આવતા મુસાફરો માટે ‘કોરોના નેગેટીવ હોવા અંગેનું સર્ટી ‘ ફરજીયાત કરી દીધું છે. નહીં તો પ્રવેશ નહીં નો નિયમ અમલી બનાવ્યો છે. ત્યારે અમદાવાદમાં અન્ય રાજ્યોના રોજના હજારો મુસાફરો રામભરેસે પ્રવેશી રહ્યા છે.દિવાળી બાદ અમદાવાદમાં રોકેટ ગતિએ કોરોનાના કેસ નોંધાઇ રહ્યા છે. કરફ્યુ લાદવા સુધીના પગલા લેવાઇ ચૂક્યા છે. દવાખાનાઓ હાઉસફૂલ થવા લાગતા કોરોનાના દર્દીઓને આજુબાજુના જિલ્લાઓમાં-શહેરમાં ખસેડાઇ રહ્યા છે. શહેરમાં ટેસ્ટિંગ અને સર્વેની કામગીરી બમણી કરાઇ હોવાનો દાવો મ્યુનિ.તંત્ર કરી રહ્યું છે.

અમદાવાદ રેલવે સ્ટેશન પર મુસાફરોનું કોરોના ટેસ્ટિંગ બંધ

કેસો

તેવામાં નવાઇની વાત એ છેકે મ્યુનિ.તંત્ર દ્વારા રેલવે સ્ટેશન પર ડોમ ઉભો કરીને અમદાવાદ આવતી ટ્રેનમાંથી ઉતરતા તમામ મુસાફરોના ફરજિયાત રેપિડ ટેસ્ટ કરવાની કામગીરી છેલ્લા કેટલાક દિવસોથી અગમ્ય કારણોસર બંધ કરી દેવામાં આવી છે.

એટલું જ નહીં પરંતુ બહાર ગામથી અમદાવાદમાં આવતી એસ.ટી.બસોના મુસાફરોને શહેરની હદમાં પ્રવેશતા પહેલા ડોમ ઉભા કરીને તેમજ બસ સ્ટેશને જે રેપિડ ટેસ્ટ કરાતા હતા તે પણ બંધ કરી દેવાયા છે. અમદાવાદ શહેરમાં કોરોનાનું સંક્રમણ તેની ચરમસીમાએ છે ત્યારે વધુ તકેદારી રાખવાની આવશ્યકતાઓ વચ્ચે મ્યુનિ.તંત્ર એકપછી એક તેની કામગીરીઓ સંકેલી રહ્યું હોવાથી શહેરમાં કોરોનાની સ્થિતિ વધુ ગંભીર બની હોવાનું મનાઇ રહ્યું છે.

આ સ્થિતિમાં બહારથી આવતા કોરોના સંક્રમીત મુસાફરોના કારણે શહેરમાં સંક્રમણનું જોખમ વધી ગયું છે. મ્યુનિ.તંત્ર દ્વારા સંક્રમિત મુસાફરોની ઓખળ કરીને તેને સારવાર અર્થે અથવા ‘હોમ કર્વારન્ટાઇન’માં રાખવાની ફરજ પડાતી હતી જેથી સંક્રમણનું જોખમ કાબૂમાં રહેતું હવે પરંતું હવે મુસાફરોના ટેસ્ટિંગની કામગીરી જ પડતી મુકાઇ હોવાથી શહેરમાં સંક્રમણનું જોખમ પહેલા કરતા વધી ગયું છે.

અમદાવાદ રેલવે સ્ટેશનેથી 707 કોરોના પોઝિટિવ મુસાફરો મળ્યા!

કોરોના

અમદાવાદ રેલવે સ્ટેશને ગત ઓક્ટોબર માસ દરમિયાન સ્ટેશન પરિસરમાં ડોમ ઉભો કરીને અમદાવાદ આવતા તમામ ટ્રેનોના મુસાફરોનું ફરજિયાત કોરોના ટેસ્ટ કરાતું હતું. તે કામગીરી દરમિયાન મ્યુનિ.તંત્ર દ્વારા કુલ ૬૧,૧૯૯ મુસાફરોના રેપિડ ટેસ્ટ કરવામા ંઆવ્યા હતા. તેમાંથી ૭૦૭ મુસાફરો કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા.

સોથી વધુ રાજધાની એક્સપ્રેસ ટ્રેનમાંથી ૪૧૦ મુસાફરો કોરોના પોઝિટિવ મળ્યા હતા. મુઝફ્ફર એક્સપ્રેસમાંથી ૯૬, ગોરખપુર એક્સપ્રેસમાંથી ૧૨૦, હાવડા એક્સપ્રેસમાંથી ૮૧ મુસાફરો કોરોના સંક્રમીત મળી આવ્યા હતા.

જો તે સમયે આ ટેસ્ટ કરીને કોરોના સંક્રમીત મુસાફરોની ઓળખ કરી ન હોત અને તેઓને સારવાર અર્થે કે ‘હોમ કર્વારન્ટાઇન’માં ન રખાયા હોત તો શહેરમાં સંક્રમણ કેટલું બધુ વધી જાત તે સમજી શકાય તેમ છે.

નવેમ્બર માસમાં મ્યુનિ.તંત્ર દ્વારા અમદાવાદ રેલવે સ્ટેશન પર મુસાફરોના રેપિડ ટેસ્ટની કામગીરી બંધ કરી દેવાઇ હોવાથી મોટી સંખ્યામાં કોરોના પોઝિટિવ મુસાફરો શહેરમાં પ્રવેશી ગયા હોવાથી દિવાળી બાદ શહેરમાં કોરોના વિસ્ફોટ થયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here