સમગ્ર દેશ દુનિયાની નજર હવે કોરોનાની રસી પર ટકેલી છે. રસીની શોધમાં ભારત પણ મહત્વની ભૂમિકા નિભાવી રહ્યુ છે. ત્યારે પીએમ મોદીએ  અમદાવાદના ચાંગોદરમાં આવેલા ઝાયડસ ફાર્માના રીસર્ચ સેન્ટરની મુલાકાત  લીધી છે. જ્યાં તેમણે રસી અંગે માહિતી મેળવી હતી.

ઝાયડસ કેડિલા દ્વારા કોરોનાની રસી વિકસાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. કંપની દ્વારા ઝાયકોવ-ડી બ્રાન્ડ નેમ હેઠળ આ રસી તૈયાર કરવામાં આવી છે. આ રસી પ્લાસમિડ ડીએનએ રસી છે. રસીના પહેલા બે ટ્રાયલની કામગીરી પૂરી કરી દેવામાં આવી છે. આ  રસી માટેની ત્રીજી ટ્રાયલ આગામી ડિસેમ્બરથી ચાલુ કરવામાં આવશે.

જોકે ઝાયડસ કેડિલાના પ્રમોટરોએ આ અગાઉ જ જાહેરાત કરી દીધી છે કે રસીના ફેઝ-૩ના ટ્રાયલના આખરી પરિણામની રાહ જોયા વિના જ રસીનો મોટો જથ્થો તૈયાર કરી લેવામાં આવશે. કંપની ઝાયકોવ – ડીના ૧૦ કરોડ ડોઝ તૈયાર કરી રહી છે. આ માટે નવો પ્લાન્ટ પણ તૈયાર કરવા માંડયો છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here