ફક્ત ૧૫૦૦ની વસ્તી ધરાવતા રાજકોટના કણકોટમાં હજુ કોરોનાનો સુધી એક પણ કેસ નથી આવ્યો

બહારનાં વ્યક્તિને ગામમાં પ્રવેશવા પર પ્રતિબંધ, ગામની દીકરી પિયર આવે તો એમને પણ પ્રવેશ આપવામાં આવતો નથી

તા.૧૨,રાજકોટ: કોરોનાએ સમગ્ર વિશ્વને ભરડામાં લીધું છે. અમદાવાદ, સુરત અને વડોદરા બાદ હવે સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં કોરોનાએ અજગર ભરડો લીધો છે. રાજકોટમાં રોજ 100થી વધુ કેસ અને 25 જેટલા મોત કોરોનાથી નીપજી રહ્યા છે. કોરોનામાં શહેર કરતા ગામડાના લોકોમાં જાગૃતિ કેટલી છે તેનું ઉદાહરણરૂપ કોઈ ગામ હોય તો તે છે રાજકોટના સીમાડા નજીક આવેલું 1500ની વસ્તી ધરાવતું કણકોટ ગામ. આ ગામમાં હજી સુધી એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. તેની પાછળનું એક જ કારણ છે કે આ ગામના લોકો અનલોકમાં પણ ચૂસ્ત લોકડાઉન જેવું જીવન જીવી રહ્યા છે.

ગામની દીકરી સાસરે હોય તો તેને પણ ગામમાં આવવા પર પ્રતિબંધ કણકોટ ગામના સરપંચે શૈલેષભાઈ બેચરભાઈ નંદાણીયા જણાવ્યું હતું કે, અમારા ગામમાં 1500ની વસ્તી છે. અમારા ગામમાં ચૂસ્તપણે સરકારની ગાઇડલાઈનનું પાલન થાય છે. હાલ લોકડાઉન પૂર્ણ થઈ ચૂક્યું છે અને અનલોક શરૂ છે. તેમ છતાં હજુ પણ અમારા ગામમાં બહારની વ્યક્તિને એન્ટ્રી આપવામાં આવતી નથી. ત્યાં સુધી કે ગામની દીકરી જો સાસરે હોય તો તેને પણ ગામમાં પ્રવેશ આપવામાં નથી આવતો. ગામમાં કામ વગર લોકો પણ બહાર નીકળતા નથી. લોકડાઉન જેવો આજે પણ ગામમાં માહોલ જોવા મળી રહ્યો છે. લોકોને એકત્ર થવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ગામના લોકો જાગૃત હોવાને કારણે બધા જ નિયમો આજે પણ પાળી રહ્યા છે.

ગામમાં કોઈની અંતિમ વિધિ હોય તો 15 વ્યક્તિને જ એકત્ર થવા દેવામાં આવે છે બીજી તરફ ગ્રામજનો પણ કહી રહ્યા છે કે, અમારા ગામને અત્યાર સુધી ત્રણ વખત સેનિટાઈઝ કરવામાં આવ્યું છે. ગ્રામજનો દ્વારા ચૂસ્ત પણે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવામાં આવી રહ્યું છે. તેમજ અંતિમક્રિયામાં પણ 15 વ્યક્તિઓથી વધુ એકઠા થવા પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. ગ્રામજનો પણ કહી રહ્યા છે કે અમારા ગામમાં હજુ સુધી કોઈ કોરોનાનો કેસ એટલા માટે નથી નોંધાયો કારણ કે આજે પણ અમારા ગ્રામજનો અનલોકમાં પણ લોકડાઉન જેવું જીવન જીવી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here