જમ્મુ કાશ્મીરમાં ડીડીસીની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી.  પહેલા તબક્કામાં જમ્મુની 17 અને કાશ્મીરની 26 બેઠક પર મતદાન થશે. મતદાન દરમ્યાન 165 જેટલી પેરા મિલિટ્રીની કંપની તૈનાત કરવામાં આવી છે. જમ્મુ કશ્મીરમાં કલમ 370 હટ્યા બાદ આ પ્રથમ ચૂંટણી છે.

આઠ તબક્કામાં યોજાશે ચૂંટણી

પહેલા તબક્કામાં 1 હજાર 475 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં છે.  ડીડીસી સાથે 12 હજાર 153 પંચાયત માટે પણ ચૂંટણી યોજાઈ રહી છે. જેમા 1,814 પંચાયત કાશ્મીર ખીણમાં છે. જ્યારે કે, 339 પંચાયત જમ્મુમાં છે. આઠ તબક્કાની ચૂંટણીમાં ગુપકાર અને ભાજપ વચ્ચે સીધો મુકાબલો છે.

અનિચ્છનીય બનાવ ન બને એટલા માટે કડક સિક્યોરિટી બંદોબસ્ત

ચૂંંટણી

છેલ્લો તબક્કો 19મી ડિસેંબરે યોજાવાનો છે. આજના મતદાન માટે 2146 મતદાન મથકો ઊભાં કરાયાં હતા. કોઇ અનિચ્છનીય બનાવ ન બને એટલા માટે કડક સિક્યોરિટી બંદોબસ્ત કરાયો હતો.

આજે જે સાત લાખ મતદારો મત આપવાના છે એમાં કશ્મીર વિભાગમાં ત્રણ લાખ 72 હજાર મતદાતા છે અને જમ્મુ વિભાગમાં ત્રણ લાખ 28 હજાર મતદાતા છે. મતદાન કેન્દ્રો પર સિક્યોરિટી જવાનો એ વાતની ખાસ તકેદારી રાખતા હતા કે દરેક મતદાતા માસ્ક પહેરીને આવે અને સોશ્યલ ડિસ્ટન્સીંગ પણ જળવાઇ રહે.જો કે કેટલાક સ્થાનિક રાજકીય પક્ષોએ આ ચૂંટણીના બહિષ્કારની હાકલ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here