અમદાવાદ શહેરના મેયર બિજલ પટેલને અમદાવાદ ફાયરબ્રિગેડને પોતાના બજેટમાંથી  શબવાહીની આપી હોવાનું ટવીટ કરવું ભારે પડી ગયું હતુ.ગુરૂવારે તેમના દ્વારા કરવામાં આવેલા ટવીટ બાદ અમદાવાદના અનેક લોકોએ મેયર દ્વારા ટવીટના માધ્યમથી કરેલી આપબડાઈ સામે આક્રોશ ઠાલવતા મેયરનું આ ટવીટ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણીના પ્રચાર સમયે ભારે પડશે એમ ભાજપના જ કેટલાક નેતાઓ માનતા થયા હોવાની વિગત બહાર આવી છે.

મેયરે કર્યું હતું ટ્વીટ

મેયરને લોકોએ માર્યા ટોણા

શહેરના મેયર બિજલ પટેલ અને પક્ષનેતાના બજેટમાંથી નવી પાંચ શબવાહીની અમદાવાદ ફાયરબ્રિગેડને આપવામાં આવી છે.આ બાબતે મેયરે ટવીટ કરતા શહેરીજનોએ કોરોના અંગે મેયરને ખુબ ટોણાં માર્યા હતા.મેયરના ટવીટની ગણતરીની મિનીટોમાં લોકો રીતસરના રિ-ટવીટ કરીને મેયર ઉપર પોતાનો આક્રોશ ઠાલવવા લાગ્યા હતા.કોરોના સામે શાસકપક્ષ દ્વારા અમદાવાદ શહેરમાં થયેલી કામગીરીના પણ ખરાબ પ્રત્યાઘાત ટવીટને કારણે પડયા હતા.

મેયર અને ભાજપના નેતા મુકાયા ક્ષોભનીય સ્થિતિમાં

એક ટવીટ તો એવું પણ સામે આવ્યું કે, અમદાવાદની હોસ્પિટલોમાં બેડની સંખ્યા વધારો જેથી અમદાવાદના પેશન્ટોને બહારગામ મોકલવા ના પડે. બજેટ તમારુ પણ પૈસા તો અમારા છે ને તમે થોડા કમાવા કયાંય જાવ છો? એવુ પણ રિ-ટવીટ થતા મેયર અને ભાજપ ક્ષોભનીય દશામાં મુકાઈ ગયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here