ભારતીય ટીમનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ ખાસ યાદગાર રહ્યો નથી. પહેલી જ મેચમાં વિરાટ કોહલીની ટીમનો 66 રનથી પરાજય થયો હતો. આમ તો આથી પણ વધારે અંતરથી ભારતીય ટીમ ભૂતકાળમાં વન-ડે મેચો હારી ગઈ છે. ભારતે આ મેચમાં તો 300થી વધારે રન પણ કર્યા હતા પરંતુ તેમ છતાં આ પરાજય શરમજનક લાગે છે તેનું કારણ એ છે કે ભારતે આસાનીથી શરણાગતિ સ્વિકારી લીધી હતી.

વર્તમાન ક્રિકેટમાં ભારત સૌથી મજબૂત ટીમ

સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી પ્રથમ વન-ડે ક્રિકેટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પહેલા બેટિંગ કરીને 50 ઓવરમાં છ વિકેટે 374 રનનો વિશાળ સ્કોર ખડકી દીધો હતો. વર્તમાન ક્રિકેટમાં ભારત સૌથી મજબૂત ટીમ છે અને તેની સામે કોઈ ટીમ આ રીતે 374 રન ખડકે તે બાબત જ શરમજનક છે. તેમાં ય પહેલી વિકેટ માટે ડેવિડ વોર્નર અને એરોન ફિંચે 156 રનની ભાગીદારી નોધાવી બીજી વિકેટ માટે ફિંચ અને સ્મિથે 108 રન ઉમેર્યા. આમ પહેલી બે વિકેટે મળીને જ 264 રન ફટકારી દીધા.

ભારત 148 ડોટ બોલ રમ્યું

હવે ભારતની બેટિંગ આવી ત્યારે તેની પાસેથી આક્રમક બેટિંગ કરીને ટારગેટ ચેઝ કરવાનો પ્રયાસ કરશે તેવી અપેક્ષા રખાતી હતી પરંતુ ભારત તેમ કરી શક્યું નહીં. ભારતની બોલિંગ કંગાળ હતી તો તે બધાના ધ્યાનમાં આવ્યું હતુ, પરંતુ ભારતે ધીમી બેટિંગ કરી તે કોઈની નજરે પડ્યું ન હતું. ભારતના બેટ્સમેનોએ 50 ઓવરના 300 બોલમાંથી 148 બોલમાં તો એકેય રન જ લીધો ન હતો. આમ ભારત 148 ડોટ બોલ રમ્યું. વન-ડે અને ટી20માં એક પણ બોલ ખાલી જાય તે પોશાય નહી તેવા સંજોગોમાં ભારત તો 50 ટકા બોલમાં એકેય રન કરી શકયું ન હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here