ગુજરાતમાં અવાર-નવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આજ રોજ આવી જ એક ઘટના નવસારીના દાતેજ ગામથી સામે આવી છે. આ ઘટનામાં પૂરપાટ ઝડપે જતી કાર ઝાડ સાથે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો.

નવસારીના દાતેજ ગામ પાસે પૂરપાટ ઝડપે જતી કાર ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેમાં કારમાં સવાર બે લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેમને સરવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. કારનો અકસ્માત થયો હોવાની જાણ થતાં જ આસપાસના લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

ઓવરસ્પીડ કાર ઝાડ સાથે ઘડાકાભેર અથડાઈ
બનાવની વિગતો એવી છેકે, નવસારી તરફથી પૂરપાટ ઝડપે કિયા સોનેટ કાર દાતેજ ગામ તરફ આવી રહી હતી. ત્યારે ડ્રાઈવરે કાર પરનો કાબૂ ગુમાવ્યો હતો અને કાર ધડાકાભેર ઝાડ સાથે અથડાઈ હતી. જેના કારણે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. અકસ્માતમાં કારમાં સવાર બે લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેમને સારવાર અર્થે નવસારીની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

અકસ્માતના પગલે ટ્રાફિકજામ થયો
દાતેજ ગામ પાસે કાર ઝાડ સાથે અથડાતાં ત્યાંથી પસાર થતાં વાહનચાલકો અને રાહદારીઓ મદદઅર્થે આવી પહોંચ્યા હતા અને ઇજાગ્રસ્તોને હોસ્પિટલ મોકલવાની તજવીજ હાથ ધરી હતી. અકસ્માતના પગલે ટ્રાફિકજામ થઇ ગયો હતો. બનાવની જાણ થતાં નવસારી ગ્રામ્ય પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here