રણબીર કપૂરે તેની ફિલ્મ સંજુ અને સંજય દત્તની બાયોપિકથી સારી એવી નામના હાંસલ કરી હતી. સજય દત્તના પાત્રમાં સંપૂર્ણપણે ઢળી જવા માટે રણબીરે ઘણી મહેનત કરી હતી. સંજય દત્ત જેવા વાળ હોય કે તેના જેવી ચાલવાની સ્ટાઇલ હોય રણબીરે તેની આબેહૂબ કોપી કરી હતી. ખુદ સંજય દત્તે તેની આ ફિલ્મ જોઈ તો તે પણ દંગ રહી ગયો હતો. તેણે પણ રણબીરની પ્રશંસા કરી હતી. પણ એક સમય એવો પણ આવ્યો હતો જ્યારે સંજય દત્ત ઇચ્છતો ન હતો કે રણબીર તેનું પાત્ર ભજવે. એટલે સુધી કે એક પાર્ટીમાં તેણે રણબીરનું આ મામલે અપમાન પણ કરી નાખ્યું હતુ.

સંજય દત્ત એ દિવસે પાર્ટીમાં ખૂબ નશામાં હતો

2016માં સંજય દત્તે તેના ઘરે એક પાર્ટી રાખી હતી. શરાબના નશામાં ચકચુર થઈને સંજય દત્તે એ દિવસે રણબીર કપૂરની ખૂબ મજાક ઉડાવી હતી. હકીકતમાં સંજય દત્ત માનવા તૈયાર જ ન હતો કે તેનો રોલ રણબીર કરી શકશે. તેણે રણબીરને લડ્ડુ અને બરફી જેવી ફિલ્મો જ કરવી જોઈએ તેવી સલાહ આપી હતી. આ પાર્ટીમાં ડેવિડ ધવન, રાજકુમાર હિરાણી જેવી મોટી હસ્તીઓ હાજર હતી. અહેવાલ મુજબ સંજય દત્ત એ દિવસે પાર્ટીમાં ખૂબ નશામાં હતો. તે રણબીર પાસે ગયો અને કહ્યું કે તે તેની સાથે એક ફિલ્મ બનાવવા માગે છે તો રણબીરે કહ્યું હતું કે મને આનંદ થશે. પછી સંજય દત્તે કહ્યું કે તેનું નામ હશે લડ્ડુ, ત્યાર બાદ બરફી, જલેબી, પેંડા વગેરે નામની ફિલ્મો પણ બનશે. આ સાંભળી પાર્ટીમાં સોપો પડી ગયો હતો.

સંજુ માટે કોણે કાસ્ટ કર્યો

રણબીર અને અન્ય મહેમાનોને ખબર પડી ગઈ કે તે શું કરવા માગે છે. સંજય દત્તે ત્યાર બાદ રણબીરને કહ્યું કે મેં હમણાં જ તારી ફિલ્મ બરફી જોઈ. મને ખબર નથી પડતી કે તું શું કરવા માગે છે. તને સંજુ માટે કોણે કાસ્ટ કર્યો. જોકે એ મામલો તો માન્યતા દત્તે નીપટાવી દીધો હતો પરંતુ હવે રણબીર અને સજય દત્ત સમશેરા ફિલ્મમાં સાથે આવી રહ્યા છે જેમાં રણબીર કપૂર ડાકુનો રોલ કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here