Ola, Uber જેવી ટેક્સી કંપનીઓ હવે મનફાવે તેમ ભાડાં વધારી નહીં શકે તેમ પેસેંજર પણ એકવાર રાઇડ નક્કી કર્યા પછી ગમે તેમ રાઇડ કેન્સલ નહીં કરી શકે.

ટેક્સી સેવાઓ માટે ચોક્કસ નિયમો જાહેર કર્યા

કેન્દ્રના માર્ગ વાહનવ્યવહાર વિભાગે આવી ટેક્સી સેવાઓ માટે ચોક્કસ નિયમો જાહેર કર્યા હતા. આ નિયમોનો સાર એટલો કે રાજ્ય સરકારોએ નક્કી કરેલા ભાડાંથી દોઢા કરતાં વધુ ભાડાં આ ટેક્સી સેવાઓ લઇ શકશે નહીં.

Ola Uber

રાઇડ કેન્સલ કરે તો ચોક્કસ ભાડાના દસ ટકા પેનલ્ટી

નોન-પિક અવર્સ દરમિયાન Ola, Uber બેઝ ભાડા કરતાં પચાસ ટકા રાહત આપી શકે છે. જે રાજ્યોમાં સિટિ ટેક્સ ફેર નક્કી ન થયાં હોય ત્યાં 25થી 30 રૂપિયા બેઝ ફેર તરીકે ગણવામાં આવશે. જો કેાઇ ટેક્સી ડ્રાઇવર અથવા ગ્રાહક નક્કી કર્યા પછી રાઇડ કેન્સલ કરે તો ચોક્કસ ભાડાના દસ ટકા પેનલ્ટી લાગશે. પરંતુ આ પેનલ્ટી 100 રૂપિયાથી વધુ નહીં હોઇ શકે.

ડ્રાઇવિંગ લાયસન્સને સસ્પેન્ડ કરવાની પણ જોગવાઈ

Ola, Uber દ્વારા ગ્રાહકને અપાતી સેવામાં કોઇ ગરબડ થશે, નક્કી થયા કરતાં ડ્રાઇવર અલગ રીતે કામ કરશે કે પછી નક્કી થયા કરતાં ડ્રાઇવર ગ્રાહક પાસેથી વધુ પૈસા વસૂલ કરશે તો એના ડ્રાઇવિંગ લાયસન્સને સસ્પેન્ડ કરાશે. આ રીતે ત્રણવાર લાયસન્સ સસ્પેન્ડ થાય તો એની ટેક્સી સેવા રદ કરવામાં આવશે એમ કેન્દ્રના માર્ગ વાહન વ્યવહાર વિભાગે જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here