ઝાયડસ કેડિલાની કોરોના વેક્સિન ઝાયકોવ-ડી નામથી ઓળખાય છે. ઝાયકોવ-ડી ઝાયડસ કેડિલાની પ્લાઝમીડ DNA વેક્સિન છે. જેનો પ્રાણી પરના પ્રયોગમાં ઝાયકોવ-ડી અસરકારક પુરવાર થઇ ચૂકી છે. 15 જુલાઇ 2020 ફેઝ-1નું ક્લીનીકલ ટ્રાયલ શરૂ થયું હતું. 48 વોલંટીયર્સને વેક્સિનના ડોઝ અપાયા હતા.
ઝાયકોવ-ડી ફેઝ-2નું 1000 તંદુરસ્ત વોલંટીયર્સ પર સફળ પરિક્ષણ
ઝાયકોવ-ડીનું ફેઝ-2નું ક્લીનીકલ ટ્રાયલ 6 ઓગસ્ટથી શરૂ થયું હતું. 24 કલાક ક્લીનીકલ ફાર્મકોલોજીક યુનિટમાં દેખરેખમાં ઝાયકોવ-ડી ફેઝ-2નું 1000 તંદુરસ્ત વોલંટીયર્સ પર સફળ પરિક્ષણ કરવામાં આવ્યું હતુ.

ઝાયકોવ-ડી લઘુત્તમ બાયોસેફ્ટી જરૂરિયાતો વાળી વેક્સિન રેહેશે. ઝાયકોવ-ડીને સ્ટોરેજ કરવા કોલ્ડ સ્ટોરેજની ઓછી જરૂરિયાત પડશે. વાયરસ મ્યુટેડ થાય તો ઝાયકોવ-ડીને માત્ર 2 સપ્તાહમાં જ મોડીફાય કરી શકાશે.PM મોદીનો અમદાવાદ ખાતેની મુલાકાતનો હેતુ ઝાયકોવિડ રસીની સ્થિતિનું કરશે નિરિક્ષણ કરીને તેની અપડેટ્સ મેળવવાનો છે. આ રસીના પરિક્ષણ કેટલા સમયમાં થશે અને તેનું ડિસ્ટ્રીબ્યુશન કેવી રીતે થશે તે મુદ્દે તેઓએ CMD પંકજ પટેલ સાથે પણ ચર્ચા કરી.
પીએમ મોદીએ લીધી ઝાયડસ બાયોટેક પાર્કની મુલાકાત

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ સ્થિત Zydus બાયોટેક પાર્ક પહોંચ્યા હતાં. તેઓએ અહીં શોધકર્તાઓ સાથે મુલાકાત કરી હતી. પીએમ મોદી શોધકર્તાઓ સાથે વેક્સિન સાથે જોડાયેલા પાસાઓ પર વાત કરી હતી. આમાં કોરોના વેક્સિનનું પ્રોડક્શન, સ્ટોરેજ, ડિસ્ટ્રીબ્યુશન સામેલ છે. પીએમ મોદીએ આ મુદ્દા પર પણ વાત કરી હતી કે જો વેક્સિન તૈયાર થાય છે તો સામાન્ય રીતે તમામને આપવામાં આવશે અથવા ફરી કોરોનાથી પ્રભાવિત થનારા લોકોને આપવામાં આવશે. આ તમામ મુદ્દા પર પીએમ મોદીએ વાત કરી હતી.પીએમ મોદી ઝાયડસ બાયોટેક પાર્કમાં તે લેબમાં પહોંચ્યા હતા. જ્યાં કોરોનાની વેક્સિન ડેવલપ કરવામાં આવી રહી છે. અહીં તેમણે વૈજ્ઞાનિકો અને રિસર્ચર્સ સાથે મુલાકાત કરી.