કોરોના વાયરસને લઈને સમગ્ર દુનિયામાં ઘેરાયેલા ચીને હવે ખોટો ભ્રમ ફેલાવવાની શરૂઆત કરી છે. ચીની એકેડમી ઓફ સાઈન્સના વૈજ્ઞાનિકોના એક જૂથે કહ્યુ છે કે, કોરોના વાયરસ સંભવત ભારતમાં વર્ષે 2019ની ગરમીમાં પેદા થયો.

ચીની એકેડમીએ એવો પણ દાવો કર્યો છે કે કોરોના વાયરસ પશુઓથી પ્રદુષિત જળના માધ્યમે વ્યક્તિઓમાં પ્વેશ કર્યો…જે બાદ તે વુહાન પહોંચ્યો..જ્યાં કોરોના વાયરસની પહેલી ઓળખ થઈ…પોતાના રિસર્ચ પેપરમાં ચીનનુ આ સંગઠને ફિલોજેનેટિક વિશ્લેષણનો સહાયો લીધો છે.જેથી કોરોના વાયરસના સ્ત્રોત અંગે માહિતી મેળવી શકાય..