પહેલા અમદાવાદ પછી સુરત અને હમણાં તાજેતરમાં રાજકોટમાં એક કોવિડ હોસ્પિટલમાં લાગેલ આગની ઘટનાઓએ અનેકના જીવ લીધા છે. ત્યારે હવે આખરે ભાવનગરનું તંત્ર પણ જાગ્યું છે. ભાવનગર મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા ફાયર સેફ્ટિનેં લઈને ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.

ફાયર

5 હોસ્પિટલોમાં હતો ફાયર સેફ્ટિનો અભાવ

ભાવનગર મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા પાંચ હોસ્પિટલને સીલ કરી દેવાઇ છે. ફાયર સેફ્ટીના સાધનોના અભાવે તંત્ર દ્વારા સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી છે. કોરોના સારવાર સાથે સંકળાયેલી રુદ્ર, હોપ, પુનિત, મંત્ર અને લાખાણી હોસ્પિટલને સીલ કરાઇ છે. મહત્વનું છેકે આ હોસ્પિટલને  અગાઉ પણ નોટિસ આપવામાં આવી હતી.

સર ટી. હોસ્પિટલને નોટિસ

ભાવનગરની સર.ટી સિવિલ હોસ્પિટલમાં ફાયર સેફટીના સાધનોનો અભાવ જોવા મળ્યો. છ મહિના પહેલા મનપાના ફાયર વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવી હતી. જોકે ફાયરના સાધનો વસાવવા માટેની કામગીરી ફાઈલોમાં અટવાયેલી છે. આજે મનપા ટીમ દ્વારા ફાયરના સાધનો અંગે સમીક્ષા કરવામાં આવી હતી. ફાયર સેફ્ટીને લઇને મોકડ્રિલ પણ યોજવામાં આવશે તેવું હોસ્પિટલના વહીવટી  તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતુ.

જામનગરની આ હોસ્પિટલને પણ નોટિસ

જામનગરની જી.જી.હોસ્પિટલને ફાયર સેફ્ટી મામલે વધુ એક નોટિસ ફટકારવામાં આવી છે. રાજકોટમાં  બનેલી દુર્ઘટના બાદ જામનગર તંત્રની ફરીથી ઊંઘ ઉડી છે. આ ઉપરાંત જામનગરની 32 જેટલી હોસ્પિટલને ફાયર સેફટીની નોટિસ અપાઈ છે.  હોસ્પિટલમાં અગાઉ નોટિસ ફટકારવામાં આવી હતી. તેમ છતા ઇએમસીડી, શોકગાર્ડ, એમસીબી સહિતના સાધનો હજુ લગાવાયા નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here