સોશિયલ મીડિયા પર અવારનવાર સ્વાસ્થ્ય સંબંધિત કેટલીક માહિતી સામે આવતી રહેતી હોય છે. હાલમાં પણ આવી જ એક જાણકારી લઈને અમે આપની સામે આવી રહ્યાં છીએ. કડવો લીમડો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખુબ લાભદાયક છે. લીમડાના પાન કેન્સર સેલ્સ તેમજ ટ્યૂમરને વધતાં અટકાવે છે. આની સાથે જ કેન્સરના સેલ્સને ખતમ કરે છે.

કડવો લીમડો એક પ્રકારની આયુર્વેદિક દવા છે કે, જેના સ્વાસ્થ્યવર્ધક ફાયદા રહેલાં છે. લીમડો આપણા શરીર, ત્વચા તેમજ વાળ માટે ખુબ ગુણકારી છે. તેનો સ્વાદ ભલે કડવો હોય પરંતુ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. તમે દરરોજ સવારમાં લીમડાના 4 પાન ચાવીને ખાવાંથી કોઇપણ રોગ થશે નહીં.

લીમડાનો ઉપયોગ કરવાથી કેટલીક મોટી બીમારીઓનો ખતરો પણ ટળે છે. આ વૃક્ષનો તમામ ભાગ જેમ કે તેના પાન, છાલ, જડ, ફૂલ હેલ્થ માટે ખૂબ જ લાભદાયક છે. લીમડામાં એન્ટીબેક્ટેરિયલ, એન્ટીફંગલ, એન્ટીઈન્ફ્લામેટરી પ્રોપર્ટીઝ રહેલી છે.

બોડી ડિટોક્સ કરે :
સવારમાં ખાલી પેટ ફક્ત 1 કપ લીમડાના પાનનો રસ પીવાથી શરીરના વિષાક્ત તત્વો નીકળી જાય છે તેમજ સ્વાસ્થ્ય ખુબ સારું રહે છે.

વાળ માટે લાભકારી :
લીમડાના પાનને પાણીમાં ઉકાળી તેનાથી વાળ ધોવાથી ડેન્ડ્રફ દૂર રહે છે તેમજ વાળ ખરતાં બંધ થઈ જાય છે.

દાંતની સમસ્યા :
લીમડાનું દાતણ કરવાથી દાંત મજબૂત બને છે. એના પાન પાણીમાં ઉકાળી તેનાથી કોગળા કરવાથી દાંતનો દુખાવો તેમજ મોંમાંથી આવતી દુર્ગંધ દૂર થઈ જાય છે.

મલેરિયામાં લાભકારી :
માત્ર 1 કપ લીમડાની છાલના ઉકાળામાં ધાણા તથા સૂંઠ પાઉડર ભભેળવીને એને પીવાથી મલેરિયામાં ખુબ ફાયદાકારક સાબિત થાય છે.

વજનમાં ઘટાડો :
લીમડાના ફૂલનો જ્યૂસ બોડી ફેટ ખુબ ઓછું કરે છે. માત્ર 1 મુઠ્ઠી ફૂલને પાણીમાં ઉકાળી એમાં 1 ચમચી લીંબુનો રસ તેમજ અડધી ચમચી મધ ભેળવીને દરરોજ ખાલી પેટ પીવું જોઈએ.

કેન્સર સામે રક્ષણ :
લીમડાના પાનમાં રહેલ તત્વ કેન્સર સેલ્સના ગ્રોથને અટકાવે છે. દરરોજ સવારમાં લીમડાના પાનનો જ્યૂસ પીવાથી ખુબ ફાયદો થશે.

ચહેરાના ડાઘ કરશે દુર :
લીમડાના પાનને પાણીમાં 1 કલાક ઉકાળી ઠંડુ કરીને એ પાણીથી ચહેરો ધોવો જોઈએ. સ્કિન સાફ રહેશે તેમજ ડાઘ પણ દૂર થઈ જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here