પ્રમુખસ્વામી મહારાજ બ્રહ્મલીન થતા દુનિયાભરમાં રહેતા તેમના અનુયાયીઓમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. બીએપીએસની પ્રણાલિ અનુસાર બાપાના બ્રહ્મલીન થયાની થોડી જ પળોમાં તેમના અનુગામી તરીકે મહંત સ્વામીના નામ ની જાહેરાત કરવામાં આવી હતી. 13 સપ્ટેબરના રોજ બીએપીએસના નવા વડા મહંતસ્વામીનો જન્મદિવસ છે પરંતુ મહંત સ્વામીનો જન્મદિવસ તીથી પ્રમાણે સાદાઈથી ઉજવવામાં આવ્યો હતો. મંહત સ્વામી બન્યા બાદ તેમનો આ પ્રથમ જન્મ દિવસ છે. તીથી પ્રમાણે મંહત સ્વામીનો બર્થ-ડે 11 સપ્ટેમ્બરે સાદાઈથી ઉજવવામાં આવ્યો હતો.
પરિવારજનો તેને હુલામણા નામ વિનુથી બોલાવતા

મહંતસ્વામીએ 1957માં યોગીજી મહારાજના હસ્તે પાર્ષદી દીક્ષા લીધી હતી. મૂળ આણંદના વતની અને વેપાર વ્યવસાય માટે જબલપુરમાં સ્થાયી થયેલા મણિભાઈ નારાયણભાઈ પટેલ તથા ડાહીબહેનને ત્યાં 13 સપ્ટેમ્બર, 1933એ મહંતસ્વામીનો જન્મ થયો હતો. તેમના જન્મના થોડા જ દિવસો બાદ બીએપીએસના સ્થાપક બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ જબલપુર ગયા હતા અને તેમણે બાળ મહંતસ્વામીને આશીર્વાદ આપી કેશવ નામ આપ્યું હતું. જોકે પરિવારજનો તેને હુલામણા નામ વિનુથી બોલાવતા હતા. જબલપુરમાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યા બાદ પરિવાર સાથે આણંદ સ્થાયી થયા અને આણંદની એગ્રીકલ્ચર કૉલેજમાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here