અમદાવાદ શહેરમાં તંત્રની ભૂલથી કોરોના વધી શકે છે. કોવિડ ટેસ્ટ વગર મુસાફરો શહેરમાં આવી રહ્યા છે. કાલુપુર રેલવે સ્ટેશન પર કોરોના ટેસ્ટની કામગીરી ઉપર સવાલ ઉભા થયા છે.

અમારી ટીમે કાલુપુર રેલવે સ્ટેશનની તપાસ કરી લોકો સામેથી આવે ટેસ્ટ માટે આવે તોજ કોરોના ટેસ્ટ કરવામાં આવે છે. કાલુપુર રેલવે સ્ટેશન પર કોરોના ટેસ્ટ કરાવવા ફરજીયાત નથી પણ મરજિયાત છે. જો કોરોના સંક્રમણ વધશે તો તેનું જવાબદાર કોણ ? તેવા સવાલો ઉઠી રહ્યાં છે. કાલુપુર રેલવે સ્ટેશન ઉપર રોજની ૬૦ ટ્રેનો પસાર થાય છે. જેમાં હજારો લોકો મુસાફરી કરે છે.